Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ઇંધણમાં 2,50 રૂપિયાની ભાવમાં રાહત થઈ સ્વાહા :ઘટયા ભાવથી 2,43 રૂપિયા વધ્યા

છેલ્લા નવ દિવસમાં પેટ્રોલના ભાવમાં ૧.૨૨નો વધારો અને ડિઝલમાં ૨.૪૩ રૂપિયાનો ઉછાળો

નવી દિલ્હી :ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં મોદી સરકારે પેટ્રોલ-ડિઝલમાં રૂપિયા ૨.૫૦નો ઘટાડો કરી વાહવાહી મેળવી લીધી હતી. લોકોમાં પણ  એક તબક્કે ખુશી છવાઇ હતી તેવામાં માત્ર નવ દિવસમાં જ જેટલો ભાવઘટાડો થયો એટલો જ ભાવવધારો થઇ ચૂક્યો છે. અઢી રૂપિયા ભાવઘટાડો થયો ત્યાં ૨.૪૩ ભાવ વધી ચૂક્યો છે.

પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. આજે ય ભાવવધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો પ્રતિ લિટર ભાવ ૭૯.૭૩ થયો છે જયારે ડિઝલનો ભાવ રૂપિયા ૭૮.૮૪એ પહોંચ્યો છે. જાણકારો કહે છે કે, છેલ્લાં નવેક દિવસમાં પેટ્રોલના ભાવમાં.૧.૨૨નો વધારો થયો છે જયારે ડિઝલમાં ૨.૪૩ પૈસા સુધીનો વધારો થઇ ચૂક્યો છે.

 ડિઝલના ભાવ વધતાં બજાર પર તેની વ્યાપક અસર પહોંચી રહી છે. તમામ ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. જેથી ગરીબ વર્ગની મુશ્કેલી વધી છે. કારમી મોંઘવારીમાં જીવન જીવવુ દોહ્યલું બન્યુ છે. જેથી લોકોમાં રોષ ભભૂક્યો છે. ટૂંકમાં, મોદી સરકારની રાહત સ્વાહા થઇ ચૂકી છે. લોકોને જાણે તેનો કોઇ ફાયદો જ પહોચ્યો નથી. હજુ ભાવો વધી જ રહ્યા છે.

(2:56 pm IST)