Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

નાના પાટેકરનો નાર્કો ટેસ્ટ,રેઈન મેપિંગ અને લાઇ ડિટેક્ટર કરાવો :તનુશ્રી દત્તાની માંગણી

 મુંબઈ :અભિનેત્રી તનુશ્રી દત્તાએ શનિવારે માંગ કરી કે નાના પાટેકર અને અન્ય ત્રણ લોકોનો નાર્કો ટેસ્ટ, બ્રેઈન મેપિંગ અને લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરાવવામાં આવે.

  તનુશ્રી દત્તાએ આ ચારે વિરુદ્ધ યૌન ઉત્પીડનની ફરિયાદ નોંધાવી છે. તનુશ્રી દત્તાએ પોતાના વકીલ નીતિન સાતપુતે ઘ્વારા ઓશિવારા પોલીસ ચોકીમાં તેના સંબંધમાં એક અરજી પણ આપી છે.

(8:38 am IST)