Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

વડાપ્રધાન વતનમાં પધાર્યા : પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી રૂપાણીએ કર્યું ઉષ્માભેર સ્વાગત

એરપોર્ટ રોડને રોશનીથી સજાવાયો : રાજભવનમાં રાત્રી રોકાણ કરશે : કાલે નર્મદા નીરનાં કરશે વધામણાં

 

અમદાવાદ ; વડાપ્રધાન વતનમાં પધાર્યા છે પીએમ  નરેન્દ્રભાઈ મોદી અમદાવાદ આવી પહોંચતા એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ  પટેલ, જીતુભાઈ  વાઘાણી સહિતના તમામ નેતાઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજર રહી પ્રધાનમંત્રી  મોદીનું ભવ્ય સ્વાગત કર્યું.હતું

 

  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત માટે એરપોર્ટ રોડને રોશનીથી સજાવાયો છે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી  સીધા રાજભવનમાં રાત્રી રોકાણ કરશે. સવારે તેઓ પોતાની માતા હીરા બાના આશિર્વાદ લેવા જશે. તમને જણાવી દઈએ કે, આવતીકાલ મંગળવારે પીએમ મોદીનો જન્મ દિવસ છે. અને દિવસે તેઓ સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે નર્મદા નીરના વધામણા કરશે.
આવતી કાલે એટલે કે 17મી સપ્ટેમ્બરનાં રોજ સરદાર સરોવર ડેમની  ઐતિહાસિક સપાટીનો ઉત્સવનમામી દેવી નર્મદેની ઉજવણી કરીને નર્મદાનાં નીરનાં વધામણાં કરાશે. કાર્યક્રમમાં દેશનાં વડાપ્રધાન અને ગુજરાતનાં સપૂત નરેન્દ્ર મોદી આવવાનાં છે. તેમની હાજરીને કારણે તંત્ર સજ્જ થઇને ત્યાંની સુરક્ષા વ્યવસ્થામાં લાગી ગયા છે.

(11:39 pm IST)