Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

કાશી અને મથુરામાં મસ્જીદ હટાવવા મુસ્લિમોને અલગ જમીન અપાશે : સુબ્રમણ્યમ સ્વામી

અયોધ્યા  : ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના સાંસદ સબ્રમણ્યમ સ્વામીએ અયોધ્યામાં જઇને એક મોટુ બયાન આપ્યું છે. સ્વામીએ શનિવારે કહયું કે અયોધ્યાની સાથે કાશી અને મથુરામાં બંન્ને મસ્જીદોને હટાવવા માટે મુસ્લિમોને અલગ જમીન દેવાનો પ્રસ્તાવ આપવામાં આવશે. તેમણે કહયું કે રામ જન્મભૂમિ પછી આગલુ મિશન કાશી-મથુરાની મુકિત હશે. અયોધ્યાની સાથેજ કાશી અને મથુરા હિંદુઓના પવિત્ર અને પુજનીય સ્થળો છે, એટલે એ બન્ને સ્થળો પરથી મસ્જીદ હટાવવા માટે મુસ્લિમોને અલગ જમીન આપવાનો પ્રસ્તાવ આપવામાં આવશે.

તેમણે કહયુંકે બંધારણમાં પણ  આ સ્થાનોનો ઉલ્લેખ છે, હિંદુ પક્ષ એવી આસ્થા છે કે ધ્વસ્ત બાબરી મસ્જીદના વચ્ચેના ગુંબજનો જે ભાગ છે ત્યાંજ રામલલાનો જન્મ થયો હતો. તેમણે કહયું કે પુજા કરવી આપણો મુળભુત અધિકાર છે, જયારે સુન્ની સેન્ટ્રલ વકફબોર્ડ આસ્થાના આધારે કેસ નથી લડી રહયું બોર્ડ એવું નથી કહેતું કે તે ત્યાં ફરીથી મસ્જીદ બનાવવા માગે છે. તે એમ કહે છે કે આ જમીન બાબરની છે, જયારે મસ્જીદ પીરબાકીએ બનાવી હતી, જે શીયા હતો. તેમણે વધુમાં કહયું કે આ કેસની સુનાવણી કરતી બેંચના પાંચે ન્યાયધીશ વિદ્વાન છે, એટલે જે ચુકાદો આપશે તે નિષ્પક્ષ હશે.

(4:08 pm IST)