Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

મહા-મૃત્યુંજય જાપનો સુપ્રભાવ? અભ્યાસ પૂર્ણતાના આરે

દિલ્હીની રામમનોહર લોહિયા હોસ્પીટલમાં કરાઇ રહેલ અભ્યાસ પૂર્ણતાના આરેઃ સારા સંકેતો મળ્યા છેઃ એકાદ-બે મહિનામાં જાહેરાત થશે

નવી દિલ્હી તા. ૧૬ : ગંભીર બિમારીઓથી પીડાતા લોકોને બચાવવા ઘણાંલોકો-મહામૃત્યુંજય જાપ કરાવતા હોય છે પણ તેને તેમની આસ્થા જ ગણવામાં આવતી રહી છે. હવે દિલ્હીની રામમનોહર લોહિયા હોસ્પીટલમાં તેનો પ્રભાવ જાણવા માટે અભ્યાસ થઇ રહ્યો છે. આ મંત્ર પ્રત્યે લોકોની શ્રદ્ધા અને વિશ્વાસને વૈજ્ઞાનિક રીતે પ્રમાણીત કરવા માટે આ અભ્યાસ કરાઇ રહ્યો છે. માથાની ઇજાના દરદીઓને આ મંત્ર સંભળાવવાનો પ્રયોગ દેશમાં પહેલીવાર આ હોસ્પીટલમાં કરવામાં આવ્યો છે. જેના સારા સંકેતો પણ મળી રહ્યા છ.ેરિસર્ચ કરનાર ડોકટરનો દાવો છે કે એક બે મહિનામાં ફાઇનલ રિપોર્ટ તૈયાર થઇ જશે.

હોસ્પીટલના ન્યુરોસર્જન ડોકટર અજય ચૌધરી અને તેમની ટીમ આના પર અધ્યયન કરી રહી છે તેમણે જણાવ્યું કે સમયાંતરે અગીયારસ, અમાસ વિ. ઉપવાસ (પીરીયોડીક ફાસ્ટીંગ)નું ચલણ આપણા દેશમાં હજારો વર્ષોથી છે. શ્રદ્ધાળુઓ ચૌદશ, એકાદશી, શનિવાર, મંગળવાર જેવા વ્રતો રાખતા હોય છે. પણ દેશમાં તેના પર કોઇ અભ્યાસ નથી થયો. ર૦૧૬માં મેડીસીનનો નોબલ પુરસ્કાર જે જાપાની ડોકટરને મળ્યો હતો તેણે પીરીયોડીક ફાસ્ટીંગ પર જ અભ્યાસ કર્યો હતો તેમણે પોતાના અભ્યાસમાં જણાવ્યું હતું કે પીરીયોડીક ફાસ્ટીંગ કરનારાઓમાં બિમારી વાળા કોષોનો નાશ થાય છે. ખાસ કરીને કેન્સરના કોષો ખતમ થઇ જાય છ.ે

ડોકટર ચૌધરીએ કહ્યું કે આજ પ્રમાણે આપણા દેશમાં મહામૃત્યુંજય જાપને પણ લોકો જીવન બચાવનાર માનેછે હવે તેને સાબિત કરવાની જરૂર છે. મહામૃત્યુંજય મંત્રના વૈજ્ઞાનિક તથ્યો જાણવા માટે આ અભ્યાસ કરાઇ રહ્યો છે. આ ના માટેનું  ફંડ ઇસન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ (આઇસીએમઆર) દ્વારા અપાયું છે. અભ્યાસ હજુ ચાલી રહ્યો છે.

ડોકટર ચૌધરીએ જણાવ્યું કે આ અભ્યાસ ત્રણ વર્ષ માટે છે. તેમાં માથાની ઇજાવાળા ૪૦ લોકોને બે ગ્રુપમાં વહેચીને કરવામાં આવ્યો છે. તેમના અનુસાર હેડ ઇન્જરીના પ્રોટોકોલ પ્રમાણે બન્ને ગ્રુપોની સારવાર કરવામાં આવી હતી પણ એક ગ્રુપના દર્દીઓને મહામૃત્યંુજય મંત્ર સંભળાવવામાં આવ્યો હતો મંત્ર પ્રયોગ માટે દરદીને હોસ્પીટલની અંદર સંકલ્પ કરાવવામાં આવ્યો હતો અને પછી તેમને સંસ્કૃત પાઠશાળામાં મોકલવામાં આવ્યા હતા ત્યાં તેમને શાસ્ત્રોકત રીતે મહામૃત્યુંજય મંત્રોનો પાઠ સંભળાવવામાં આવ્યો હતો તેમને કેટલો ફાયદો થયો તેનું બીજા ગ્રુપ સાથે વિશ્લેષણ થઇ રહ્યું છે.

(3:48 pm IST)
  • નીફટી ૧૧૦૦૦ ની અંદરઃ શેરબજારમાં વેંચવાલીનો માહોલઃ રૂપિયો ૭૧.૪૬ : શેરબજારમાં વેંચવાલીનો માહોલ નીફટી ૧૧૦૦૦ ની અંદરઃ સેન્સેકસ ર.૩૦ કલાકે ર૭૦ પોઇન્ટ ઘટીને ૩૭૧૧૪ અને નીફટી ૮૧ પોઇન્ટ તુટીને ૧૦૯૯૪: ડોલર સામે રૂપિયો ૭૧.૪૬ ઉપર ટ્રેડ કરે છે access_time 11:43 am IST

  • રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમનના અમલવારી માટે પોલીસતંત્ર સજ્જ : નવા નિયમની અમલવારીને લઈને ટ્રાફિકના ઉચ્ચ અધિકારીઓની બેઠક : નિયમની કડક અમલવારી કેવી રીતે કરાવવી તે અંગે બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા:સામન્ય લોકો સાથે સાથે પોલીસ કર્મીઓને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સૂચના : access_time 12:51 am IST

  • ભારે કરી : રેલવે પોલીસને હેલ્પલાઇન નંબર પર આવે છે પિઝ્ઝા -બર્ગર માટે ફોન : સ્ટાફ પિઝા અને બર્ગરની ડિલિવરી કરે છે કે કેમ ? તેવા પુછાય છે સવાલ : રાજધાની દિલ્હીમાં રેલવેને નવી મુશીબત :યાત્રીઓ પિઝા અને બર્ગરની ડિલિવરી માટે કરે છે માંગણી : હેલ્પલાઇન નંબરમાં 80 ટકાથી વધુ ફોન પીઝા અને બર્ગર માટે આવે છે : મોબાઈલ રિચાર્જ માટે પણ કરાઈ છે પૂછપરછ access_time 12:53 am IST