Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ટી સિરીઝ કંપનીના માલિક ભુષણકુમાર ઉપર બળાત્કારનો આરોપ : કામ અપાવવાના બહાને ત્રણ વર્ષ સુધી બળાત્કાર કર્યો : વિડિયો વાયરલ કરવાની ધમકી આપી : મુંબઈના ડી.એન.નગર પોલીસ સ્ટેશનમાં 30 વર્ષીય યુવતીની ફરિયાદ

મુંબઈ : ટી સિરીઝ કંપનીના માલિક અને મેનેજીંગ ડિરેક્ટર ભુષણકુમાર ઉપર બળાત્કારનો આરોપ લગાવાયો છે. કામ અપાવવાના બહાને 2017 થી 2020 ની સાલ દરમિયાન ત્રણ વર્ષ સુધી જુદી જુદી જગ્યાએ લઇ જઈ બળાત્કાર કર્યો અને હવે વિડિઓ વાયરલ કરવાની ધમકી આપે છે .તેવી ફરિયાદ એક 30 વર્ષીય યુવતીએ મુંબઈના ડી.એન.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે અનેક ફિલ્મોના પ્રોડ્યુસર ભૂષણ કુમાર ઉપર  ' મી ટુ ' ઝુંબેશ દરમિયાન મોડેલ મરીના કુંવરે પણ શારીરિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(1:00 pm IST)