Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા હાલમાં કુદરતી સૌંદર્ય નિખરી ઊઠ્યું

સાપુતારા એ ગુજરાતનું સ્વર્ગ : ચોમાસાની શરૂઆત થતાની સાથે જ મેઘરાજા મનમુકીને જ્યાં વરસે છે અને જ્યાં નાના મોટા ઝરણાઓ અને નદીઓ ખળખળ વહેતી હોય છે

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :ગુજરાતનું આંખોકા તારા એટલે કે સાપુતારા સાપુતારાનું કુદરતી સૌંદર્ય જોવું હોય તો ચોમાસુ શરૂ થતાની સાથે જ સાપુતારાની મુલાકાત લેવી જોઈએ કહેવાય છે કે સાપુતારા એ ગુજરાત નું સ્વર્ગ છે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ મેઘરાજા મનમુકીને જ્યાં વરસે છે અને જ્યાં નાના મોટા ઝરણાઓ અને નદીઓ ખળખળ વહેતી હોય છે એવી જગ્યાએ કોઈ પણ વ્યક્તિને જવું એ ખૂબ જ આકરતું હોય છે હાલમાં પડેલા વરસાદને લઈને સાપુતારામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે જ્યાં પર્વતો નદીઓ જણાવો અને વાદળો પણ જ્યાં પ્રકૃતિ ને જોઈને રોકાઈ જતા હોય એવી જગ્યા એટલે સાપુતારા જ્યાં દરેક લોકોએ અવશ્ય મુલાકાત લેવી જોઈએ હાલમાં પડેલા વરસાદને કારણે સાપુતારા અને તેની આસપાસના અનેક જોવાલાયક સ્થળો પર મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડ્યા છે એ મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદને કારણે સાપુતારા અને તેની આસપાસના વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અહીંયા આગળ જાણે કે ધરતી માતા એ લીલી ચાદર ઓઢી હોય એ સમાન અનેક નજારાઓ જોવા મળી રહ્યા છે અહીં આવનારા તમામ લોકો પ્રકૃતિની ગોદમાં તસવીરો ખેંચાવી ને પોતાને યાદગાર ક્ષણો ને કંડારી નાખે છે એટલું જ નહીં અહીંનો ગીરાધોધ તેને જોવા માટે હંમેશા લોકો વલસાડ સુરત નવસારી મુંબઈ કે ભાવનગર જુનાગઢ અને રાજકોટ થી પણ આવતા હોય છે આ વર્ષે પણ વરસાદ શરૂ થતાં જ ગીરા ધોધનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે પ્રવાસીઓની સંખ્યામાં પણ હાલમાં વધારો નોંધાઈ રહ્યો છે અને જેને લઇને લોકો શનિ રવિની રજામાં માણવા પોતાના પરિવાર સાથે ઉમટી રહ્યા છે અહીં આ તળાવમાં નૌકાવિહાર હોય પેરાગ્લાઈડિંગ હોય કે અહીંના રોપ-વેમાં પ્રકૃતિ ને ઉપરથી નિહાળવી એ ખૂબ જ લાભદાયક પણ હોય છે જેને જોવા માટે અનેક લોકો અહીં આવી રહ્યા છે સાથે જ ડુંગરોમાં અટકી જતાં વાદળો ને કેમેરામાં કંડારવા માટે અહીં ફોટોગ્રાફી પણ લોકો કરી રહ્યા છે સાથે-સાથે હાલમાં ડાંગ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાંરૂપે કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને જોખમી વિસ્તારમાં સેલ્ફી લેવા ઉપર પ્રતિબંધ મુક્યો છે

(12:57 pm IST)