Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

રસીકરણ માટે ખર્ચાશે ૧૪ હજાર કરોડ રૂપિયા

ડિસેમ્બર સુધીમાં ૬૬ કરોડ વેકસીન ડોઝ ઉપલબ્ધ થશે : સરકારે આપ્યો ઓર્ડર

સોગંદનામામાં ઓગસ્ટ-ડિસેમ્બરની વચ્ચે ૧૩૫ કરોડ ડોઝ ઉપલબ્ધ કરવાની વાત

નવી દિલ્હી તા. ૧૬ : દેશી કોરોના વેકસીન કોવેકિસનની અછતથી અમે બધા વાકેફ છે. દેશમાં કોવીશીલ્ડની સરખામણીએ ખુબજ ઓછુ રસીકરણ કેન્દ્રો પર કોવેકિસન ઉપલબ્ધ થાય છે. સમસ્યા અહિયાંથી સમાપ્ત થતી નથી. જો કોઈએ કોવેકિસનની પ્રથમ ડોઝ લીધી હોય તો પણ તેને બીજા ડોઝ માટે ભટકવું પડે છે. પરંતુ હવે કોવેકિસન પર ખુશખબરી મળી રહી છે. સરકારે કોવીશીલ્ડ અને કોવેકિસનની ૬૬ કરોડ વેકસીન ડોઝનો ઓર્ડર આપવામાં આવ્યો છે.સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેક અનુક્રમે કોવીશીલ્ડ અને કોવેકિસનના તાજા ઓર્ડરની સપ્લાય ઓગસ્ટ થી ડિસેમ્બર મહિના વચ્ચે કરી દેશે. તેમાં ૩૭.૫ કરોડ ડોઝ કોવીશીલ્ડની જયારે ૨૮.૫ કરોડ ડોઝ વેકસીનની છે. આ ઉપરાંત વેકિસનની ૨૨ કરોડ ડોઝ પ્રાઇવેટ હોસ્પિટલોને આપવામાં આવશે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંત્રાલયે ૨૫ જૂને સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું આપીને કહ્યું હતું કે દેશમાં ડિસેમ્બર મહિના સુધી ૧.૩૫ અરબ ડોઝ વેકસીન ઉપલબ્ધ થશે. જે વયસ્ક વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો પર્યાપ્ત છે તેમાં ૫૦ કરોડ ડોઝ કોવીશીલ્ડ, ૪૦ ક્રોસ ડોઝ કોવેકિસન અને ૩૦ કરોડ ડોઝ બાયોલોજિકલ ઈની સબયુનિટ વેકસીન, ૫ કરોડ ડોઝ ઝાયડસ કેડિલાની ડીએનએ વેકસીન જયારે ૧૦ કરોડ ડોઝ રશિયાની સ્પુતનિક-વી વેકસીન સામેલ છે.

કોવિશીલ્ડ, કોવૈકસીન અને કોર્બિવેકસ ઉપરાંત સરકારના ૧૩૫ ડોઝના અનુમાનમાં સ્પૂતનિક વી અને ઝાયડસ કેડિલા પણ સામેલ છે. હાલમાં સ્પૂતનિકનું સ્થાનીય ઉત્પાદન શરૂ નથી થયું. ત્યારે ઝાયડસ કેડિલા મંજૂરી મેળવવાની રાહમાં છે. કેન્દ્રના એફિડેવિડ અનુસાર આ વર્ષે સ્પૂતનિકના ૧૦ કરોડ અને કેડિલાના ૫ કરોડ ડોઝ ઉપલબ્ધ રહેશે.સરકારે વર્ષના અંત સુધીમાં ૧૮ વર્ષથી વધારે ઉંમકના તમામ નાગરિકોને રસી લગાવવાનું લક્ષ્ય રાખ્યું છે. તેવામાં રસીના આ ઓર્ડરને ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે. સરકારી આંકડા અનુસાર ગુરૂવારે સવારે ૭ વાગ્યા સુધીમાં દેશમાં ૩૯ કરોડ ૧૩ લાખ ૪૦ હજાર ૪૯૧ ડોઝ લગાવાઈ ચૂકયા છે.

(11:37 am IST)