Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

દિલ્હીમાં કોરોનાના વધુ 1652 કેસ નોંધાયા : કુલ કેસનો આંક 1,18,645 :વધુ 58 લોકોના મોત : મૃત્યુઆંક 3545

0-વધુ 1994 દર્દીઓ સાજા થતા કુલ 97,693 લોકોને કોરોનાને મ્હાત આપી

 

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 1652 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. કુલ કેસનો આંક 118,645 થયો છે,દિલ્હીમાં હાલ 17,407 એક્ટિવ કેસ છે. દિલ્હીમાં આજના દિવસે 58 દર્દીઓના મોત સાથે કુલ મોતનો આંકડો 3545 દર્દીઓના મોત થઈ ચુક્યો છે. દિલ્હીમાં કોરોના ડેથ રેટ 2.98% છે.

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 1994 દર્દીઓ સ્વસ્થ થયાં છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ 97,693 દર્દીઓ સ્વસ્થ થયાં છે. દિલ્હીમાં હાલ રિકવરી રેટ 82.34% છે.

(11:52 pm IST)