Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

કેન્દ્ર ગરીબોની મદદ માટે વધુ ખર્ચ કરે : નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનરજી

નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનરજીની સલાહ : વ્યવસ્થા પર વિશ્વાસ મહત્વનું છે, હાલમાં પૂછવું કે તમે સ્કીમના હકદાર છો કે નહીં, વ્યવસ્થા પર વિશ્વાસને ઘટાડશે

નવી દિલ્હી, તા. ૧૬ : નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનરજીએ કોરોના સંકટથી અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવા અને ગરીબોને મદદ કરવા માટે સરકારને ખર્ચ વધારવાની સલાહ આપી છે. બેનરજીએ જણાવ્યું કે, સરકારે તેમના સામાજીક કલ્યાણના કાર્યક્રમોમાં મોટા પાયે ફેરફાર કરવા જોઈએ. કોરોના મહામારીએ આપણા સિસ્ટમની ખામીઓને ખુલ્લી પાડી છે. બેનરજીએ જણાવ્યું કે, સરકાર સંકટમાં મનરેગાને શોર્ટ ટર્મ ઈમરજન્સી ટૂલ તરીકે ઉપયોગ કરી રહી છે. પરંતુ મનરેગાને કોઈ ઈમરજન્સી સ્થિતિમાં મદદ કરવા માટે ડિઝાઈન કરાઈ નથી.

             તેથી આપણે તમામ કલ્યાણ વ્યવસ્થાને લઈને વિચાર કરવાની જરૂર છે. આપણે પણ વિચાર કરવું જોઈએ કે ગરીબોને મોટી સંખ્યા શહેરોમાં છે અને શહેરી ગરીબોની કેવીરીતે મદદ કરી શકાય છે. બેનરજીએ વધુમાં જણાવ્યું હતું કે, વન પેન્શન વન રાશન કર્ડા યોજનાને લઈને સવાલ પૂછવા જોઈએ નહીં કે શું તમે ભારતના નાગરિક છો ? કે પછી તમે આના હકદાર છોહું માનું છે કે વ્યવસ્થા પર વિશ્વાસ હાલ સૌથી વધારે મહત્વનું છે પરંતુ કપરા સમયમાં પૂછવું કે તમે સ્કીમના હકદાર છો કે નહીં, વ્યવસ્થા પર વિશ્વાસને ઘટાડશે.

(9:45 pm IST)