Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

કોરોનાથી બચવા બાઈકને પ્લાસ્ટિક કવર ઢાંકી દીધું

મહામારીના સામના માટે અનોખો પ્રયોગ : બાઈકને લાકડીઓની મદદથી પ્લાસ્ટિકથી કવર કરાઈ

મુંબઈ, તા. ૧૬ : દેશમાં છૂટછાટ મળતી થઈ તેની સાથે કોરોના વાયરસના કેસમાં પણ વધારો થયો છે. આની પાછળનું સૌથી મોટું કારણ છે આપણી કેટલીક બેદરકારીઓ.. આજના દિવસમાં ઘણાં લોકો એવા મળે છે જેઓ કોરોનાથી બચવા માગે છે પણ તેમને માસ્ક પહેરવું યોગ્ય નથી લાગતું. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને પોલીસને માસ્ક ના પહેરવા માટે લોકો વિચિત્ર બહાના જણાવી રહ્યા છે. આવામાં કેટલાક લોકો એવા પણ છે જે પોતાની સાથે પોતાના પરિવારની ચિંતા કરીને માસ્ક પહેરવાની સાથે સોશિયિલ ડિસ્ટન્સિંગના નિયમોનું સારી રીતે પાલન કરે છે.

             આવો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મોટર સાઈકલ સવારે પોતાના આખા બાઈકને પ્લાસ્ટિકથી કવર કરી લીધું છે કે જેથી કોરોના વાયરસનો ચેપ લાગવાની સંભાવના નહિવત થઈ જાય. એક દેશી જુગાડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં બે વ્યક્તિઓ બાઈક પર બેસીને જતા દેખાઈ રહ્યા છે પણ તેમની બાઈક બીજી બાઈક કરતા એકદમ અલગ છે. બાઈકને લાકડીઓના સહારા સાથે પ્લાસ્ટિકથી કવર કરી દેવામાં આવી છે, કે જેથી કોરોના વાયરસથી સંપૂર્ણ રીતે રક્ષણ મળી રહે. દેશી જુગાડ કોરોના વાયરસની સાથે-સાથે વરસાદમાં પલળી જવાથી પણ બચાવે તેવો છે.

(7:38 pm IST)