Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

IAS અધિકારીએ પોતાનું રિઝલ્ટ બતાવીને કહ્યું, આંકડા તમારૂ ભવિષ્ય નક્કી નથી કરતા

જયારે પણ પરીક્ષાનું પરિણામ આવે ત્યારે ઓછા માકર્સ આવશે અને લોકો શું કહેશે એની ચિંતા સ્ટુડન્ટ્સને બહુ સતાવતી હોય છે. જાણે આ પરીક્ષાનું રિઝલ્ટ જ તેમના જીવનનું ભવિષ્ય છે એવું લાગવા લાગે છે. હાલમાં રિઝલ્ટની સીઝન છે ત્યારે એક આઇએએસ ઓફિસરે પોતાની માર્કશીટ શેર કરીને તમામ સ્ટુડન્ટ્સને સંદેશો આપવાની કોશિશ કરી છે કે માત્ર માર્કશીટના આંકડા તમારૂ ભવિષ્ય નક્કી નથી કરતા. ભવિષ્યની યોજનાઓ વિશે વિચાર કરવાને સ્થાને તેઓ પરિણામ કેવું આવશે કેટલા ટકા આવશે એવી જ ચિંતા કરતા હોય છે. આઇએએસ ઓફિસર નીતિન સાંગવાને તેમની માર્કશીટ બતાવીને બાળકોને એ સમજાવવાની કોશિશ કરી છે કે માર્કશીટ પરના માકર્સના આંકડા તમને પરિભાષિત નથી કરતા. નીતિન સાંગવાને પોતાને બારમા ધોરણમાં કેમિસ્ટ્રીમાં ઓછા માકર્સ સ્કોર કર્યા હતા અને તેમણે સ્ટુડન્ટ્સ માટે સંદેશો આપ્યો હતો કે બોર્ડનાં પરિણામો કરતાં જીવન વધુ મહત્ત્વ ધરાવે છે પરિણામ નબળું આવતા સ્ટુડન્ટ્સે નિરાશાની ગર્તામાં સરી જવાની જરૂર નથી.

(4:12 pm IST)