Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

સપ્ટેમ્બર સુધીમાં નહીં રોકાય તો કોરોના સ્પેનીશ ફલુ જેવો આતંક મચાવશે

ઠંડી શરૂ થતાં જ અસ્થમા કે શ્વસન રોગ, હૃદય રોગ જેવી બીમારીઓ વધશે : ૧૯૧૮-૧૯ માં પાંચ કરોડ સ્પેનીશ લોકોના ફલુથી મોત થયા હતા

નવી દિલ્હી તા. ૧૬ : વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે જો સપ્ટેમ્બર સુધીમાં કોરોના પર કાબુ નહીં મેળવવામાં આવે તો તે દુનિયામાં સ્પેનીશ ફલુ જેવો આતંક ફેલાવશે. સપ્ટેમ્બર-ઓકટોબરમાં તે ફરીથી ગતિ પકડવાની સાથે જાન્યુઆરી - ફેબ્રુઆરીમં એ ફરીથી ચરમ પર પહોંચી શકે છે.

૧૯૧૮-૧૯ માં પાંચ કરોડ લોકોના જીવ સ્પેનીશ ફલુથી ગયા હતાં.

રિસર્ચરોનું કહેવું છે કે ઉષ્ણાતામાનમાં ઘટાડો એટલે કે ઠંડી શરૂ થતા જ અસ્થમા અથવા અન્ય શ્વસન રોગ, હૃદય રોગ અને પક્ષાઘાત સમસ્યાઓ વધુ ગંભીર બનશે. ઇન્ફલ્યુએન્ઝા વધુ ઝડપથી ફેલાશે જેનાથી હોસ્પીટલ અને આરોગ્ય કર્મીઓ પરનું દબાણ કેટલાય ગણું વધશે. બ્રિટનની એકેડમી ઓફ મેડીકલ સાયન્સીઝે કહયું કે ઠંડીમાં આપણે ઘરમાં ઓછા વેન્ટીલેશનવાળી જગ્યાઓમાં વધારે સમય ગાળીએ છીએ, એટલે ઘરમાં વાયરસ ઝડપથી ફેલાશે. ઠંડીમાં દર્દીઓનું ટ્રેકીંગ અને ટ્રેસીંગ પણ અધરૃં બનશે.

ડોકટરોએ કહયું કે છ મહીનામાં અમેરિકા, યુરોપ, બ્રાઝીલ, મેકિસકો, પેરૂ, એશિયાઇ દેશ ભારત, જાપાન અને દક્ષિણ કોરીયામાં આરોગ્ય માળખું પહેલાથી જ દબાણમાં છે. એવામાં દર્દીઓ જો બે થી ત્રણ ગણા વધે તો પરિસ્થિતિ બેકાબુ થઇ શકે છે. રિસર્ચરોએ કહયું કે કોરોના કાબુમાં નહીં રહે તો સપ્ટેમ્બર ર૦ર૦ થી જૂન ર૦ર૧ સુધી બ્રિટનમાં એક લાખ ૧૯ હજાર લોકો મરી શકે છે. અત્યાર સુધીમાં ત્યાં ૪પ હજાર મોત થયા છે. રિસર્ચ કાઉન્સીલના એક પ્રોફેસરે કહયું કે આપણી પાસે બે - ત્રણ મહિનાનો સમય છે. ઇન્ફલ્યુએન્ઝા ફેલાયો તો પરિસ્થિતિ વધુ ખરાબ બનશે કેમ કે, છીંકવા અને ખાંસવાથી વાયરસ  વધુ  ફેલાશે. એ ઓળખ કરવી પણ અઘરી બની જશે કે કોને કોરોના છે અને કોને મામૂલી શરદી, ઉધરસ.

(3:29 pm IST)