Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

એજીએમમાં નવું નજરાણું :Jioનો સ્માર્ટ ગ્લાસ લૉન્ચ થયો : હવે ચશ્માથી કરી શકશો 3Dમાં વીડિયો કૉલ્સ

75 ગ્રામનો Jio Glass શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની 43મીં વાર્ષિક સામાન્ય સભામાં Jio Glass લૉન્ચ કરવામાં આવ્યું છે. આ એક મિક્સ્ડ રિયલિટી હેડસેટ છે. જેને તમારા ફોનથી કનેક્ટ કરીને વીડિયો કૉલ્સ, 3D વીડિયો કૉલમાં મિટિંગ્સ વગેરે કરી શકો છો.

Jio ગ્લાસનું વજન માત્ર 75 ગ્રામ છે. જે કોઈ પણ અન્ય ચશ્મા જેટલું જ છે. જેનો ઉપયોગ તમે તમારી આંખો પર પહેરીને કરી શકો છે. આ ગ્લાસમાં કંપનીએ સેન્સર અને કેમેરા સહિતની સુવિધા આપી છે. Jio ગ્લાસ તમારા મોબાઈલથી કનેક્ટ થઈને તમને 3D દુનિયાનો અનુભવ કરાવશે.

Jioનું આ નવું ડિવાઈસ તમામ પ્રકારના ઓડિયો ફોર્મેટ્સ ને સપોર્ટ કરે છે અને તેમાં કોઈ વાયર નથી આપવામાં આવ્યા. જેમાં કંપનીએ 25 પ્રકારની મિક્સ્ડ રિયલિટી એપ્સ પણ આપી છે. જેવી કે એન્ટરટેનમેન્ટ, લર્નિંગ, ગેમિંગ, શૉપિંગ વગેરે સામેલ છે.

ઈવેન્ટ દરમિયાન તેનો ડેમો પણ દર્શાવવામાં આવ્યો હતો. Jio ગ્લાસ મારફતે તમે બોલીને એક સાથે બે લોકો સાથે વીડિયો કૉલ કરી શકો છો. જો કે રિલાયન્સે હજુ સુધી Jio ગ્લાસની કિંમતની કોઈ જાહેરાત નથી કરી.

Jio ગ્લાસ ટીચર અને સ્ટૂડન્ટ્સ માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જેના દ્વારા તેઓ 3D વર્ચ્યૂઅલ ક્લાસરૂમનો આનંદ ઉઠાવી શકશે. આ સિવાય હોલોગ્રાફિક સેસન્સ પણ કરી શકે છે. જો શિક્ષક વિદ્યાર્થીઓને તાજમહલ કે પિરામિડ વગેરે વિશે જણાવવા માંગે છે, તો તેઓ આ ગ્લાસ મારફતે બાળકોને 3D ટેકનિકથી સારી રીતે સમજાવી શકશે.

રિલાયન્સે Jio ગ્લાસને લૉન્ચ કરવા સમયે વધારે જાણકારી નથી આપી. આગામી ટૂંક સમયમાં કંપની તેની કિંમત, ફિચર્સ અને અન્ય વિગતો વિશે જાણકારી આપી શકે છે. આ સિવાય તે ક્યાં સુધી વેચાણ માટે બજારમાં આવશે? તેની પણ જાણકારી નથી મળી શકી.

(2:41 pm IST)