Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

અમારી લડત આવી વિચારધારા અને અન્યાય વિરુદ્ધ છે.": ગુનામાં ખેડૂત દંપતી પર પોલીસની બર્બરતા મુદ્દે રાહુલ ગાંધીએ કર્યું ટ્વીટ

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ મામલે વીડિયો ટ્વીટ કરીને રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા

મધ્યપ્રદેશની  સરકાર પર કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વધુ એક ટ્વીટ કરી નિશાન સાંધ્યુ છે.મધ્ય પ્રદેશનાં ગુના જિલ્લામાં, ભાડેથી જમીન પર ખેતમજૂરી કરતા ખેડૂત પતિ અને પત્નીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ રાજ્યનાં આ મામલો દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ મામલે વીડિયો ટ્વીટ કરીને રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું, "અમારી લડત આવી વિચારધારા અને અન્યાય વિરુદ્ધ છે."

  મધ્ય પ્રદેશનાં ગુના જિલ્લામાં પોલીસ વહીવટીતંત્ર સરકારી જમીન પરનાં અતિક્રમણને દૂર કરવા પહોંચી ગયા હતા. પરિવારનાં જણાવ્યા મુજબ, આ પરિવાર પર ત્રણ લાખ રૂપિયાથી વધુનું દેવું છે, તેઓ ખેતરને ભાડા પર લઇને લોનની રકમ ચુકવવા માંગતા હતા. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહિલાની હાલત નાજુક છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસનાં આદેશ આપ્યા છે. ગુનાની ઘટનાની ગંભીર નોંધ લેતા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે તાત્કાલિક અસરથી ગુના કલેક્ટર અને એસપીને હટાવવા સૂચના આપી છે.

(1:28 pm IST)