Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

હવે 10 વર્ષથી ઓછી સેવા આપનાર સશસ્ત્ર સેનાના જવાનોને પણ પેન્શન લાભ મળશે

સરકાર અત્યાર સુધી 10 વર્ષની સેવા પૂર્ણ કરનાર જવાનોને જ પેન્શનનો લાભ આપતી હતી

નવી દિલ્હી : હવેથી 10 વર્ષથી ઓછી સેવા આપનાર સશસ્ત્ર સેનાના જવાનોને પણ પેન્શન મળશે. રક્ષા મંત્રાલયે કહ્યું કે સશસ્ત્ર સેનાના એ જવાનોને પણ પેન્શનની મંજૂરી અપાઇ છે જેમને 10 વર્ષથી ઓછી સેવા આપી છે.

ખરેખર 10 વર્ષથી ઓછી સેવા આપનારને પેન્શન માટે પાત્ર નથી. સરકાર અત્યાર સુધી 10 વર્ષની સેવા પૂર્ણ કરનાર જવાનોને જ પેન્શનનો લાભ આપતી હતી. જે કોઇ કારણસર આગળ સૈન્ય સેવા માટે અમાન્ય જાહેર કરાયા હતા.

રક્ષા મંત્રાલયે કહ્યું કે સરકારે સશસ્ત્રદળમાં દસ વર્ષથી ઓછી સેવા આપનાર જવાનોને પેન્શન આપવાનો નિર્ણય કર્યો છે. જેમને ઇજાગ્રસ્ત થવાના કે માનસિક કમજોરીના કારણે તેમની સેવા આગળ વધારી નથી. રક્ષા મંત્રાલયે આ પ્રસ્તાવને મંજૂરી આપી છે. વધુમાં જાહેર કરાયું છે કે આ સેવાનો લાભ એ તમામ લોકોને મળશે જે 4 જાન્યુઆરી 2019 કે તે બાદ સેવામાં હતા.

(10:48 am IST)