Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

૨૫ ટકા નોકરીયાતો સારી તક મળે તો જોબ છોડવા માટે તૈયાર

નવી દિલ્હી તા.૧૬: ભારતમાં નોકરી કરતા લોકો પોતાના કામના સ્થળે બીજાને નોકરીની ભલામણ કરવામાં સદા અગ્રેસર રહે છે, પરંતુ દર ચાર જણમાંથી એક એટલે કે ૨૫ ટકા લોકો તક મળે તો પોતાની જોબ છોડવાનો વિચાર કરે છે. એમ્પ્લોઇ એન્ગેજમેન્ટ ઇન્ડેકસ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ૮૦ ટકા કર્મચારીઓ પૂર્ણરૂપે કામ કરતા હોવાનું અનુભવે છે અને ૧૦ માંથી ૯ એટલે કે ૯૦ ટકા લોકો તેમના કાર્યવ્યવસાયના સ્થળ માટે ગર્વ અનુભવે છે. અભ્યાસમાં જવાબ આપવનારાઓએ કંપનીમાં અનેક જણ સ્પર્ધાત્મક ધોરણે વધારે વળતર અને પર્ફોર્મસ તથા કારકિર્દીમાં પ્રગતિના અનુસંધાનમાં વેતન કે વળતર મેળવવાની દ્રષ્ટિએ નોકરીનો વિચાર કરનારા ઘણા કર્મચારીઓ છે. હાલના માલિક કે કંપની સાથે લાંબા વખતથી સંકળાયેલા રહેવાનો કંટાળો અનુભવતા ઘણા કર્મચારીઓ છે. કામનું ઉચિત વળતર મળતું ન હોવાનું માનતા કર્મચારી ઘણા હોવા છતાં ભારતના ૭૦ ટકા કર્મચારીઓ તેમના પ્રયાસોની કદર કરવામાં આવતી હોવાનું જણાવે છે ચારમાંથી એક એટલે કે ૨૫ ટકા કર્મચારીઓ તેમની આવડતનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં નહી આવતો હોવાનું માને છે.

(4:16 pm IST)