Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

સ્વદેશી સુપરસોનીક મીસાઇલ બહમોસનું સફળ પરીક્ષણ

નવી દિલ્હી તા. ૧૬ :.. આજે ભારતે સ્વદેશી સુપરસોનીક ક્રુઝ મીસાઇલ બહમોક્ષનું પરીક્ષણ ઓરીસ્સાના ચાંદપુર પરીક્ષણ કેન્દ્ર પરથી સફળ રીતે કર્યુ હતું. મળેલી માહિતી પ્રમાણે આ પરિક્ષણ સવારે ૧૦ વાગે કરાયું હતું. આ પહેલા મે માં પણ તેનું આયુષ્ય ૧૦ થી ૧પ વર્ષ વધારવા માટે પરીક્ષણ કરાયું હતું.

૩ જુને અણુ હથીયાર વહન કરીને લાંબા અંતર માટેની બેલેસ્ટીક મીસાઇલ અગ્નિ-પ નું સફળ પરિક્ષણ કરાયુ હતું. જે પ૦૦૦ કિલો મીટર દુર સુધી  જઇને પ્રહાર કરી શકે છે.

ભારતની સ્વદેશી મીસાઇલોમાં આ ઉપરાંત નાગ, ધનુષ, પૃથ્વી જેવા અલગ અલગ મીસાઇલો પણ છે. (પ-૩૩)

(3:51 pm IST)