Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

બિહારમાં એન્જિનિયરનું અપહરણ કરીને જબરદસ્તી લગ્ન કરાવાયાં

પટના તા.૧૬: ભારતમાં સ્ત્રીઓ સુરક્ષિત નથી એવું કહેવાય છે, પરંતુ આપણા જ દેશના બિહાર રાજયમાં તો પુરુષો પણ સુરક્ષિત નથી. કેમ કે અહીં હજીયે પકડુઓ વિવાહ થાય છે અને મારપીટ તેમજ બંદૂકની ધાકે છોકરાઓના લગ્ન કરાવાય છે. એનો કિસ્સો તાજેતરમાં હાજીપુર ગામમાં બન્યો છે. રેલ્વેમાં એન્જિનિયર તરીકે કામ કરતા દુર્ગાચરણ નામના ભાઇએ પોલીસને કહયુ હતું કે થોડાસ દિવસ પહેલાં તેનું અપહરણ થયું.કેટલાક લોકો તેને કારમાં બેસાડીને અજાણ્યા રસ્તે કયાંક લઇ ગયા .ત્યાં ખુબ મારપીટ કરી અને જબરદસ્તી લગ્ન કરાવી દેવાયા. દુર્ગાચરણની માએ આ ઘટનાની ફરીયાદ પોલીસમાં નોંધાવી હતી. જોકે કન્યા પક્ષ પણ કંઇ ઓછો નથી, કન્યાએ પોતાના સ્ટેટમેન્ટમાં કહયું છે કે તે દુર્ગાચરણને એક વર્ષથી જાણે છે. અને તેમનાં લગ્ન દેહજની માંગણી કરી હતી. દહેજની માગ પૂરી ન થતાં છોકરાએ તેને અવગણવાનું શરૂ કયું હતું. એટલે તેના ભાઇઓએ તેને પકડીને બન્નેના ફેરા કરાવી લીધા. (૧.૨૨)

(3:49 pm IST)