Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

અષાઢી બીજ ના પાવન અવસરે ખોડલધામ સમિતિ -બેંગ્લોર દ્વારા પર્વ ની ભવ્યાતિભવ્ય ઉજવણી.બેંગ્લોર નો અતિ વૈભવી જય મહેલ પેલેસ મા થયું સમગ્ર આયોજન

બેંગ્લોર- ખોડલધામ એ હવે ન'તો માત્ર ગુજરાત પુરતું સીમીત રહ્યું છે પરંતુ હવે દેશ વિદેશ મા પણ ડંકો વગાડી દીધો છૅ. નરેશ ભાઈ પટેલ ના નેતૃત્વ મા ખોડલધામે અનન્ય વિકાસ કર્યો છૅ. મેનેજમેન્ટ થી માડી સમર્ગ બાબતે મોખરે લેઉવા પટેલ સમાજ નું આત્મા ગૌરવ નું પ્રતીક ખોડલધામ હવે જગ વિખ્યાત થયું છૅ ત્યારે બેંગ્લોર શહેર મા અતિ વૈભવી જય મહેલ પેલેશ કે જે ગોંડલ ના રાજા ના દીકરી નો આ મહેલ છૅ.
પ્રકૃતિ જ્યા શોળે કલા એ ખીલી છૅ એવા અતિ રળિયામણ વાતાવરણ મા આવેલ છૅ આ મહેલ. સૌભાગ્ય ની વાત તો તે છૅ ત્યાં વર્ષો પહેલાં ના આઈ ભગવતી ખોડિયાર મા ના બેશણા છૅ.

ત્યારે સમસ્ત લેઉવા પટેલ સમાજ. ખોડલધામ સમીતી બેંગ્લોર દ્વારા અષાઢી બીજ ના પાવન અવસરે સુંદર મજાના કાર્યક્રમ નું આયોજન થયું હતું.

આયોજન મા સૌ પ્રથમ બધા લોકો એ ભરપૂર માના રાસ રમી ને આનંદ માણિયો હતો. ત્યાર બાદ બાળકો ને ઇનામ આપવામાં આવિયા હતા. ત્યારબાદ ઉપસ્થિત મહેમાન શ્રી દ્વારા અલગ અલગ વિષય દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યુ હતું જેમાં પટેલ સમાજ નો ઇતિહાસ. મા ખોડલ નું પ્રાગટ્ય. ખોડલધામ મંદિર નો હેતુ જેવાં વિષય ને આવરી લેવામાં આવિયા હતાં.

સાથે નાની નાની દીકરી દ્વારા મા ખોડલ ના પરચા નું એકાકી સ્વરૂપે તૈયાર કરવા મા આવ્યુ હતું.

ત્યાર બાદ સવિષેશ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ ના માર્ગદર્શક શ્રી સંજયસાહેબ પાદરીયા ની પેરણા થી રાજકોટ થી સવિશેષ પધારેલા વિદ્યાર્થી સમીતી ના હાર્દિક ભાઈ સોરઠીયા એ ખોડલધામ મા ચાલતી સેવાકીય પ્રવૃત્તિ અને વિદ્યાર્થી સમીતી વિશે વીસ્તૃત માહિતી આપી હતી.

કાર્યક્રમ ના અંતે વરસાદ પણ અમારા અવસર નો સાક્ષી બનવા આવી પહોંચ્યો હતો. કાર્યક્રમ ના અંતે મા ભગવતી ની આરતી કરવામાં આવી હતી અને વાતાવરણ ભક્તિમય બનીયુ હતું.

અલગ અલગ બિઝનેશ અને ક્ષેત્રે સંકળાયેલા લેઉવા પટેલ સમાજ ના લોકો ને એક છત્ર પર ભેગા કરી ભક્તિ દ્વારા એકતા ની શક્તિ ને બેંગ્લોર ના લેઉઆ પટેલ સમાજ એ ખરા અર્થ મા સાર્થક કરી હતી.

આવનારા સમય મા પણ આવા અવનવા કાર્યક્રમ ખોડલધામ સમીતી બેંગ્લોર કરતી રહશે તેવો નીર્ધાર વ્યક્ત કર્યો હતૉ.

આશરે 900 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતાં અને કાર્યક્રમના અંતે સૌ કોઈ મા ખોડલ ની ભોજન સ્વરૂપે ની પ્રસાદી લઇ ને કાર્યક્રમ પૂર્ણ થયો હતૉ.

આયોજકે તમામ સેવાકીય પ્રવૃર્તી મા સાથ સહકાર આપનાર લોકો નો આભાર માનિયો હતૉ. અમિતભાઇ સગપરિયા અને એમની ટિમ ની મહેનત આખરે રંગ લાવી હતી

 

(1:42 pm IST)