Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

દિલ્હી: કોર્ટમાં મહિલા વકીલ પર સિનિયર વકીલે આચર્યુ દૂષ્કર્મ;આરોપીની ધરપકડ

નવી દિલ્હી :દેશની રાજધાની નવી દિલ્હીની સાકેત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચેમ્બર નં. 247માં મહિલા એડવોકેટ સિનિયર વકીલે દુષ્કર્મ આચર્યાની ઘટના બહાર આવતા  ચકચાર મચી ગઈ છે એવી . માહિતી મળી છે કે, સિનિયર વકીલ પ્રમોદ કુમારે શનિવારે સાંજે 6 થી 7.30 વાગ્યાની વચ્ચે મહિલા વકીલને જબરદસ્તી દારૂ પિવડાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. જો કે આ કેસમાં આરોપી વકીલની ધરપકડ કરી લેવામાં આવી છે.

(1:17 pm IST)