Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ફ્રાંસની ફિફા વર્લ્ડકપની જીત પર કિરણ બેદીએ ટ્વીટ કરતા યૂઝર્સોએ કર્યા ટ્રોલ

પુડુચેરીના લોકોને અભિનંદન અપાતા લોકોએ તેમને દેશપ્રેમ પર જ્ઞાન આપી દીધુ.

રવિવારે ફ્રાંસે રોમાંચક મુકાબલામાં ક્રોએશિયાને હરાવીને ફીફા વર્લ્ડ કપ પોતાના નામે કરી લીધો હતો ત્યારે પુડુચેરીના રાજ્યપાલ કિરણ બેદીએ ફ્રાંસના ફીફા વર્લ્ડ કપની જીત પર ટ્વિટર પર અભિનંદન પાઠવતા લખ્યુ, 'અમે પુડુચેરીના લોકો (જે પહેલા ફ્રાંસીસી કોલોનીઝનો હિસ્સો હતા) એ વર્લ્ડ કપ જીતી લીધો છે. અભિનંદન દોસ્તો. શું હળેલી મળેલી ટીમ છે. બધા ફ્રેન્ચ છે. રમત બધાને જોડે છે.' કિરણ બેદીનું પુડુચેરીને ફ્રાંસીસી કોલોનીઝનો હિસ્સો ગણાવીને અભિનંદન આપવાનું લોકોને બિલકુલ ગમ્યુ નહિ.

લોકોએ સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. ટ્વિટર્સ યુઝર્સે તેમને કહ્યુ કે તે ભારતીય છે અને તેમણે આવા પબ્લિસિટી સ્ટંટ ન કરવા જોઈએ. એક યુઝરે લખ્યુ કે શું પછી ઈંગ્લેન્ડ જીતવા પર આરએસએસ રાષ્ટ્રીય રજા જાહેર કરશે. વળી, ઘણા લોકોએ આ ટ્વિટને દેશ વિરોધ ગણાવ્યુ. કોંગ્રેસ પ્રવકતા અજય માકને પણ કિરણ બેદીના નિવેદનને રાષ્ટ્રવિરોધી ગણાવતા કહ્યુ કે પીએમ મોદીએ તેમને પાછા બોલાવી લેવા જોઈએ.

. કિરણ બેદીએ રવિવારે ફ્રાંસના ફીફા વર્લ્ડ કપ જીતવા પર પુડુચેરીના લોકોને અભિનંદન આપ્યા પરંતુ તેમનો અભિનંદન આપવાના અંદાજ લોકોને બિલકુલ પસંદ પડ્યો નહિ. લોકોએ કિરણ બેદીને ટ્રોલ કરી તેમને દેશપ્રેમ પર જ્ઞાન આપી દીધુ.

(12:59 pm IST)