Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

હરિયાણાની કન્યા માધ્યમિક સ્કૂલનો અનોખો વિક્રમ: એક જ વિદ્યાર્થીની અને એક જ શિક્ષક

હરિયાણા:  હરિયાણાના રેવડી જિલ્લાના લૂખી ગામની એક કન્યા માધ્યમિક સ્કૂલએ અનોખા વિક્રમનું સર્જન કર્યું છે. આ કન્યા માધ્યમિક સ્કૂલમાં માત્ર એક જ વિદ્યાર્થીની છે. તેને ભણાવવા માટે બધા વિષયો માટે એક જ શિક્ષક છે. દર વર્ષે તેમના પર શિક્ષા વિભાગ એક બાળકીને ભણાવવા માટે લગભગ 8.50 લાખ રૂપિયા ખર્ચ કરે છે.

   2013માં આ સ્કૂલમાં 22 છોકરીઓ હતી. 2014-15માં આ સંખ્યા ઘટીને 12 થઈ ગઈ. 2016-17માં આ સંખ્યા ઘટીને બે-બે થઈ અને હવે 2018માં એક જ વિદ્યાર્થિની છે, જે સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે. તેને ભણાવતા શિક્ષક સ્કૂલનો કચરો પણ વાળે છે.તેમનો પગાર માસિક 70 હજાર રૂપિયા છે.

 

(12:41 pm IST)