Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

કેરળમાં ધોધમાર વરસાદ :નીચાળવાળા વિસ્તારો જળબંબોળ :આઠ જિલ્લામાં શાળા-કોલેજોમાં રજા જાહેર

અનેક જિલ્લાઓમાં ભારે વરસાદથી જનજીવનને માઠીઅસર

કેરળમાં ધોધમાર વરસાદ વરસી રહયો છે ભારે વરસાદને કારણે અનેક જિલ્લામાં તારાજી સર્જતા આઠ જિલ્લાની શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે.કેરળના અનેક જિલ્લાઓ વરસાદના કારણે જનજીવન પર માઠીઅસર પહોંચી છે

 હવામાન વિભાગે કેરળમાં ભારે વરસાદની આગાહી કરી હતી. જે બાદ કેરળમાં અનરાધારા વરસાદ પ઼ડ્યો છેનિચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાતા અનેક લોકોની મુશ્કેલી વધી છે. જેથી જનજીવન પર માઠી અસર પડી છે.

  હવામાન વિભાજના જણાવ્યા પ્રમાણે કેરળ બાદ, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતનાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે 17 જુલાઈ સુધી આ તમામ રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.  હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ દિવસમાં દરિયાકાંઠે આવેલા તમામ રાજ્યોમાં મુશળધાર વરસાદ પડી શકે છે.

(12:36 pm IST)