Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

મહારાષ્ટ્ર : ત્રણ મહિનામાં ૬૩૯ ખેડૂતોએ દેવું વધી જતા કરી આત્મહત્યા

મૂંડેએ દાવો કર્યો છે કે પાછલા ચાર વર્ષોમાં કૃષિ સંકટના કારણે ૧૩,૦૦૦ ખેડૂતોએ રાજ્યમાં આત્મહત્યા કરી

મુંબઇ તા. ૧૬ : મહારાષ્ટ્ર રાજયના મહેસૂલ મંત્રી ચંદ્રકાંત પાટિલે કહ્યું કે, પાછલા ત્રણ મહિનામાં (માર્ચથી મે)માં દેવામાં વધારો થવાથી, પાક ખરાબ થવાના કારણે અને દેવું ભરપાઈ ન કરી શકવાથી રાજયમાં ૬૩૯ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ઈન્ડિયન એકસપ્રેસની રિપોર્ટ અનુસાર પાટિલ વિધાન પરિષદમાં વિપક્ષના નેતા ધનંજય મુંડે અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અન્ય સભ્યોના પ્રશ્નોના જવાબ આપી રહ્યાં હતા. આ દરમિયાન તેમને મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યાના આંકડાઓ રજૂ કર્યાં.

પાટિલે કહ્યું, 'રાજ્યમાં ૧ માર્ચથી ૩૧ મે ૨૦૧૮ વચ્ચે ૬૩૯ ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી. જેમાંથી ૧૮૮ લોકોએ પાક ખરાબ થઈ જવાના કારણે, દેવું વધવા અને દેવું ભરપાઈ ન કરી શકવાના કારણે રાજય સરકાર તરફથી વળતર માટે યોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા. ૧૮૮માં ૧૭૪ ખેડૂતોના પરિવારવાળાઓને વળતર આપી દેવામાં આવ્યો હતો.'

પાટિલે આગળ કહ્યું, ખેડૂતોની આત્મહત્યાના ૧૨૨ મામલાઓને વળતર માટે અયોગ્ય માનવાામં આવ્યા હતા, જયારે ૩૨૯ મામલોની તપાસ ચાલી રહી છે.

વિપક્ષે રાજય સરકાર પાસે માંગ કરી છે કે, તેઓ પાછલા ત્રણ મહીનાઓમાં આત્મહત્યા કરનાર ખેડૂતોની સંખ્યા અને તેમના પરિવારને આપેલા વળતરની સ્થિતિ જણાવે. વિપક્ષે તે પણ પૂછ્યું કે, જે ખેડૂતોએ આત્મહત્યા કરી છે તેમના પરિવારની સહાયતા માટે સરકાર શું પગલા લઈ રહી છે?

વિપક્ષ નેતા ધનંજય મુંડેએ કહ્યું કે સરકાર બધી જ યોજનાઓ જેવી કે કૃષિ ઋણ, ઋણમાફી, ખેડૂતોને વળતર અને ન્યનતમ સમર્થન મૂલ્ય અસફળ સાબિત થઈ છે જેના કારણે રાજયમાં ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

મુંડેએ દાવો કર્યો છે કે, પાછલા ચાર વર્ષોમાં કૃષિ સંકટના કારણે ૧૩,૦૦૦ ખેડૂતોએ રાજયમાં આત્મહત્યા કરી લીધી છે, ૧૫૦૦ ખેડૂતોએ પાછલા વર્ષની આત્મહત્યા કરી છે.

ચંદ્રકાંત પાટિલે સંસદમાં તે પણ જણાવ્યું કે, દુકાળ ઘોષિત કરવા માટે પેરામીટરના આધાર પર રાજય સરકારે યવતમાલ, વાશિમ અને જલગાંવ જિલ્લાઓને આઠ તાલુકાઓ આ વર્ષ એપ્રિલમાં મધ્યમ વર્ગના દુકાળ પ્રભાવિત વિસ્તાર જાહેર કર્યા હતા. ત્યાંના પ્રબાવિત ખેડૂતોને વળતર અને અન્ય સહાયતા આપવામાં આવી હતી.(૨૧.૧૧)

(11:49 am IST)