Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ગરીબરથ એક્સપ્રેસનું ભાડું વધારવા તૈયારી : બીજી ટ્રેનોના ભાડા પણ વધશે

નવી દિલ્હી :ભારતીય રેલવે ગરીબરથ એક્સપ્રેસનું ભાડું વધી શકે છે. નોંધનીય છે કે ગરીબરથ એક્સપ્રેસ એવા લોકો માટે ચલાવવામાં આવે છે જે લોકોને રાજધાની એક્સપ્રેસ જેવી ટ્રેનોનું ભાડું પોસાતુ નથી. ટ્રેનના ભાડામાં વધારો કરવાની તૈયારીઓ થઈ રહી છે. એટલું જ નહીં ગરીબ રથ બાદ આ ભાડાવધારો બીજી ટ્રેનોમાં પણ થઈ શકે છે. જેનું મોટું કારણ બેડરોલની કિંમતમાં વધારો ગણાવવામાં આવી રહ્યું છે.

(12:00 am IST)