Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

આસામમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર ન્યાયાધીશ : ગૌહાટીની અદાલતમાં કામકાજ સાંભળ્યું

આ પદ પર કામરૂપ (મેટ્રો) જિલ્લા કાનૂની સેવાઓ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા છે.

અસમની પ્રથમ ટ્રાન્સજેન્ડર ન્યાયધીશે ગૌવાહાટીની એક અદાલતમાં પોતાનું કામકાજ સંભાળી લીધું છે.આ સાથે જ પૂર્વોત્તરનો આ રાજ્ય દેશનો ત્રીજો એવો રાજ્ય બની જશે જ્યાં ટ્રાન્સજેન્ડર ન્યાયાધીશ છે. આ પહેલા પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં આવા ન્યાયાધીશ છે. 26 વર્ષિય સ્વાતિ બિધાના બરૂઆએ હતું છે કે, તેઓ પોતાનું કામ કામરૂપ જિલ્લા અને સત્ર અદાલતની અદાલત નંબર 25માં શરૂ કરશે. તેમને આ પદ પર કામરૂપ (મેટ્રો) જિલ્લા કાનૂની સેવાઓ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા છે.
   તેમને સંવાદદાતઓને કહ્યું, લોક અદાલતમાં એક ન્યાયાધીશના પદ પર મારી નિયુક્તિ સમાજ માટે ખુબ જ સકારાત્મક સંદેશ છે અને આનાથી ટ્રાન્સજેન્ડરો વિરૂદ્ધ ભેદભાવ પ્રત્યે જાગૃત્તા ઉત્પન્ન કરવામાં મદદ મળશે. કેટલીક નીતિઓ અસફળ થવાના કારણે ટ્રાન્સજેન્ડર્સને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે નહી તો ટ્રાન્સજેન્ડર્સ પણ સમાજ માટે કામ કરી શકે છે.

(12:00 am IST)