Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

નરેન્દ્રભાઇએ ર૭ રાજયોમાં ૧૪૪ રેલીને સંબોધન કર્યું

નવી દિલ્હી તા. ૧૬: ર૦૧૯ની ચૂંટણીઓ માટે રવિવારે છેલ્લું મતદાન થશે ત્યારે આ ચૂંટણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ર૭ રાજયોમાં કુલ ૧૪૪ રેલીઓને સંબોધી છે.

ન્યુઝ ફર્સ્ટના હેવાલ મુજબ ઉ.પ્ર.ની ૮૦ બેઠકો માટે ૩૧ રેલીઓ, મ. પ્ર., રાજસ્થાન અને છત્તીસગઢની ૬પ બેઠકો માટે ર૦ રેલીઓ, પશ્ચિમ બંગાળની ૪ર બેઠકો માટે ૧૭ રેલીઓ (આજે ર રેલી યોજાયેલ છે), બિહારની ૪૦ બેઠકો માટે ૧૦ રેલી, મહારાષ્ટ્રની ૪૮ બેઠકો માટે ૯ રેલી, તેલંગણા, તામિલનાડુ, કેરળ અને આંધ્રની ૧૦૧ બેઠકો માટે ૯ ત્થા ઉત્તર-પૂર્વના રાજયોની ર૪ બેઠકો માટે ૮ રેલીઓ મળી ર૭ રાજયોમાં નરેન્દ્રભાઇએ ૧૪૪ રેલી યોજી વિક્રમ સર્જયો છે.

(3:39 pm IST)