Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

મદુરાઈમાં કમલ હાસન પર ચપ્પલ ફેકાયું : 10 લોકોની ધરપકડ

મદુરાઈના થિરુપરમકુંદ્રમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કમલ હાસન પર એક વ્યક્તિએ ચપ્પલ ફેંક્યું

નવી દિલ્હીઃ મક્કલ નિધિ માઈમના નેતા કમલ હાસન પર મદુરાઈના થિરુપરમકુંદ્રમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કમલ હાસન પર એક વ્યક્તિએ ચપ્પલ ફેંક્યું હતું. ઘટના બાદ પોલીસે 10 લોકોની ધરપકડ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કમલ હાસન વિરુદ્ધ નથુરામ ગોડસેના નિવેદનને લઈ કેસ નોંધાયો છે. અગાઉ દિલ્હી હાઈકોર્ટે મક્કલ નિધિ માઈમના નેતા કમલ હાસનના ગોડસે પહેલો હિંદુ આતંકી વાળા નિવેદન પર સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો હતો. અદાલતે આ મામલે દાખલ અરજીને ફગાવી દીધી હતી. અદાલતે અરજદારને કહ્યું કે આ મામલો તમિલનાડુનો છે, એવામાં અમે આના પર સુનાવણી કરવા નથી માંગતા. ભાજપા નેતા અશ્વિની કુમાર ઉપાધ્યાય તરફથી દાખલ કરવામાં આવેલ અરજીમાં ચૂંટણી પંચ સમક્ષ આવા લોકોના ચૂંટણી લડવા પર રોક લગાવવાના આદેશ આપવાની માંગણી કરી હતી, જે ચૂંટણી લાભ લેવાની લાલચાએ ધર્મ વિશે અયોગ્ય નિવેદનો આપતા હોય છે.

 જસ્ટિસ જીએસ સિસ્તાની અને જસ્ટિસ જ્યોતિ સિંહે અરજી પર કહ્યું કે કમલ હાસનના નિવેદનથી સંબંધિત મામલો અદાલતના અધિકાર ક્ષેત્રની બહાર છે, માટે તેઓ આના પર સુનાવણી ન કરી શકે. જો કે અદાલતે ચૂંટણી પંચને કહ્યું કે તેઓ કમલ હાસનની હાલની ટિપ્પણીના મામલામાં તેજીથી ફેસલો લે.

(12:06 pm IST)