Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

CRPFના જવાનની દિલદારીઃ દિવ્યાંગ બાળકને પોતાના હાથે ભોજન કરાવ્યું

જમ્મુ-કાશ્મીરથી ત્રાસવાદીઓ અને સલામતી દળો વચ્ચે અથડામણ કે સલામતી દળના જવાનો ઉપર પથ્થરબાજોના હુમલાના સમાચારો આવતા રહે છે જે પછી  જમ્મુ - કાશ્મીરના સ્થાનીક લોકો આર્મીના જવાનો ઉપર ગંભીર આરોપ લગાવતા હોય છે પણ હાલમાં જ કાશ્મીર ખીણમાંથી બહાર આવેલો વિડીયો ચર્ચામાં છે. જેણે આ પથ્થરબજો અને અલગાવવાદીઓના મોઢા ઉપર સણસણતો તમાચો માર્યો છે. સોશ્યલ - મીડીયામાં વાયરલ થયેલ એક વિડીયોમાં સીઆરપીએફનો એક જવાન, ભુખથી તરફડતા દિવ્યાંગ બાળકને પોતાના ભાગનું ભોજન ખવડાવતો જોવા મળે છે. એટલું જ નહિ તેની સંભાળ લેતો પણ નજરે પડે છે. આ વિડીયો શ્રીનગરના નવા કદલ વિસ્તારનો છે જયાં જવાન કોન્સ્ટેબલે એક મિસાલ કાયમ કરી છે. જવાન કોન્સ્ટેબલ ઇકબાલસિંહે બંધ દુકાન સામે બેઠેલા બાળક પર પડી તે ભોજન ઇચ્છતો હતો પણ તે લકવાગ્રસ્ત હતો  હાથ ઉઠાવી શકતો ન્હોતો ત્યારે આ જવાને તેને પ્રેમથી જમાડયો હતો અને મોઢુ સાફ કરી પાણી પણ પીવડાવ્યું. આ જવાન દેશનો સાચો સુપુત્ર છે જેના લોખંડી હૃદયમાં કરૂણા પણ વ્હે છે.

(10:55 am IST)
  • અમદાવાદના શાહીબાગમાં રખડતા ઢોરને લઇ પોલીસનું કડક વલણઃ પોલીસે ઢોરના માલીકોની ધરપકડ કરીઃ જાહેર રોડ ખુલ્લા ઢોર મુકવા બદલ નોંધાયો ગુનો access_time 3:21 pm IST

  • શ્રીલંકામાં ૧૦૦ જેલભેગા : મુસ્લિમો વિરૂધ્ધ ભડકેલ હિંસા હવે કાબુમાં : સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રી કર્ફયુ : મુસ્લિમોની દુકાનો - મસ્જીદો - નિવાસોને સિંહાલીઓએ નિશાન બનાવ્યા access_time 1:22 pm IST

  • જેટ એરવેઝને ૩૧ માર્ચ ૨૦૧૯ના પુરા થતા કવાટર્સ માટેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં નિષ્ફળ જતા જેટ એરવેઝને એનએસઇએ ૪.૧૫ લાખ રૂ.નો દંડ કર્યો છે access_time 4:26 pm IST