Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

અમારા ધારાસભ્યોને ૧૦૦ કરોડની ઓફર : કુમારસ્વામીનો ઘટસ્ફોટ

ભાજપ અમારા ૧૦ MLA તોડશે તો અમે તેમના ૨૦ છીનવીશું: જેડીએસ

બેંગલુરૂ તા. ૧૬ : કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ રાજકીય જંગ ખુબ જ રસપ્રદ તબક્કામાં પહોંચી ગયો છે. સરકાર બનાવવા ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ધારાસભ્યોને પોતાના પક્ષમાં કરવાની મથામણ પણ તેજ થઈ ગઈ છે.

કુમારસ્વામીએ બીજેપી પર આરોપ લગાવ્યો છે કે જેડીએસના ધારાસભ્યોને ખરીદવા માટે તેમને ૧૦૦-૧૦૦ કરોડ રૂપિયાની ઓફર મળી છે. તેમમે કહ્યું કે, 'વડાપ્રધાન કાળા ધન પર પ્રહારની વાત કરે છેઙ્ગ અને તેમની જ પાર્ટી બીજેપી અમારે ધારાસભ્યોને સો કરોડ રૂપિયા અને કેબિનેટ પોસ્ટની લાલચ આપીને ખરીદવાનો પ્રયત્ન કરે છે.આ ૧૦૦ કરોડ રૂપિયા બ્લેકના હશે કે વ્હાઇટના? તેમની પાસે એમએલએને આપવા માટે પૈસા છે પરંતુ ગરીબોને આપવા માટે નથી.'

એચડી કુમારસ્વામીએ બીજેપીને ઓપરેશન કમળની યાદ અપાવી. તેમણે કહ્યું કે, 'હું બીજેપીને ચેતવણી આપવા માંગુ છુ કે તેઓ આ વખતે ઓપરેશન કમળ માટે પ્રયત્નો પણ ન કરે. આ વખતે તેમની પર તે ઉંધુ પડશે. અમે બીજેપીના બેગણા ધારાસભ્યોને પોતાની બાજુ લઇ જઇશું.' તેમણે કહ્યું કે રાજયપાલે આગ્રહ કર્યો કે તે ગોવા,મણિપુર અને મેઘાલયમાં અપનાવેલી પોતાની પ્રક્રિયાનું જ પાલન કરે.

જયારે તેમને પુછવામાં આવ્યું કે, યુનિયન મિનીસ્ટ પ્રકાશ જાવડેકરે તમારો સંપર્ક સાધ્યો હતો? તેના જવાબમાં તેમણે કહ્યું. 'જાવડેકર કોણ છે?'

કુમારસ્વામીએ કહ્યું કે ૨૦૦૬માં તેમણે બીજેપીની સાથે જઇને ભૂલ કરી હતી. જેના કારણે મારા પિતા ગુસ્સે હતાં. એટલે હું આ વખતે એવું નહીં કરૃં. તેમણે કહ્યું કે મારીઙ્ગ પાસે બંનેને બાજુની ઓફર હતી પરંતુ મેં બીજેપીની સાથે ન જવાનો નિર્ણય લીધો છે.

(3:22 pm IST)