Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

લોકસભા ચૂંટણી પહેલા ડીપફેકનો શિકાર બન્યો આમિર ખાન! આવો વીડિયો થયો વાયરલ: FIR નોંધાવવી પડી

આમિર ખાનની ટીમે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોને લઈને સત્તાવાર નિવેદન જારી કર્યું

 મુંબઈ :  લોકસભાની ચૂંટણીમાં અનેક ફિલ્મ સ્ટાર્સે પણ પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું છે. કંગના રનૌત, ગોવિંદા અને અરુણ ગોવિલ રાજકીય ઇનિંગમાં ઝંપલાવ્યું છે દરમિયાન અભિનેતા આમીરખાન એક રાજકીય પક્ષ માટે પ્રચાર કરી રહ્યો છે. એક વીડિયો સામે આવ્યો છે જેના પર હવે એક્ટરની ટીમે પ્રતિક્રિયા આપી છે.

આમિર ખાનની ટીમે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોને લઈને સત્તાવાર નિવેદન જારી કર્યું છે. આ વીડિયોમાં દંગલ સ્ટારને એક રાજકીય પક્ષનું સમર્થન કરતા જોઈ શકાય છે. જો કે હવે આ વીડિયો ફેક હોવાનું સામે આવ્યું છે. 

   અહીં જે વાયરલ વીડિયોની વાત કરવામાં આવી રહી છે તેમાં આમિર ખાન એક રાજકીય પક્ષ માટે પ્રચાર કરતા દેખાઈ રહ્યા છે. જો કે, હવે અભિનેતાના પ્રવક્તાનું કહેવું છે કે આ વિડિયો એઆઈ દ્વારા બનાવવામાં આવ્યો છે અને આમિર કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી. 

  વાયરલ વીડિયો અંગે સ્પષ્ટતા આપતા, લાલ સિંહ ચઢ્ઢા ફેમ અભિનેતાના સત્તાવાર પ્રવક્તાએ કહ્યું, “આમીર ખાને તેની 35 વર્ષની કારકિર્દીમાં ક્યારેય કોઈ રાજકીય પક્ષને સમર્થન આપ્યું નથી. તેમણે છેલ્લી ઘણી ચૂંટણીઓમાં ચૂંટણી પંચના જનજાગૃતિ અભિયાનો દ્વારા જનજાગૃતિ વધારવાના તેમના પ્રયાસોને સમર્પિત કર્યા છે.” 

   તેણે વધુમાં કહ્યું, “અમે તાજેતરના વાયરલ વિડિયોથી ચિંતિત છીએ જેમાં ખોટી રીતે દર્શાવવામાં આવ્યું છે કે આમિર ખાન કોઈ ચોક્કસ રાજકીય પક્ષનો પ્રચાર કરી રહ્યો છે. તે સ્પષ્ટ કરવા માંગે છે કે આ એક નકલી વીડિયો છે અને સંપૂર્ણ જૂઠ છે. તેણે આ બાબતે સંબંધિત વિવિધ અધિકારીઓને જાણ કરી છે અને મુંબઈ પોલીસના સાયબર ક્રાઈમ સેલમાં એફઆઈઆર નોંધાવી છે. આમિર ખાન તમામ ભારતીયોને બહાર આવવા અને મતદાન કરવા અને અમારી ચૂંટણી પ્રક્રિયાનો સક્રિય ભાગ બનવા વિનંતી કરવા માંગે છે

 

(10:07 pm IST)