Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

રાજસ્થાનમાં ભાજપને લાગશે ઝટકો : દિગ્જ્જોનો પણ પરાજય થાય તો નવાઈ નહીં ! : ટીવી-9 ઓપિનિયન પોલનો ધડાકો

રાજસ્થાનની કુલ 25 લોકસભા સીટોમાંથી ભાજપને 6 બેઠકો પર નુકસાન થઈ રહ્યું છે

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલા TV9, Peoples Insight, Polstrat નો સર્વેના પરિણામ સામે આવી ગયા છે. રાજસ્થાનમાં કોણ જીતી રહ્યું છે અને કોણ હારી રહ્યું છે તે જણાવતા પહેલા,આ સર્વે આશરે 25 લાખ લોકોના સેમ્પલ સાઈઝ છે. જેમાં 1 એપ્રિલથી 13 એપ્રિલ દરમિયાન સેમ્પલ લેવામાં આવ્યા હતા. કોમ્પ્યુટર આસિસ્ટેડ ટેલિફોન ઇન્ટરવ્યુ દ્વારા લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા છે
સર્વેમાં કહેવામાં આવ્યું છે કે રાજસ્થાનની કુલ 25 લોકસભા સીટોમાંથી ભાજપને 6 બેઠકો પર નુકસાન થઈ રહ્યું છે. તેમજ ગજેન્દ્ર સિંહ શેખાવત જોધપુરથી હારી રહ્યા છે. આ સાથે કોંગ્રેસને કેટલીક બેઠકો મળતી જોવા મળી રહ્યું છે. ગત ચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો જીતી હતી. આ વખતે ભાજપને 19 બેઠકો મળે તેમ લાગી રહ્યું છે

 

(8:28 pm IST)