Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

યુપીમાં જામતો ચૂંટણી પ્રચાર : 22મીએ પીએમ મોદી પ્રદર્શન મેદાનમાં જાહેરસભા સંબોધશે :માયાવતી મહેશ્વર ઇન્ટર કોલેજમાં સભા ગજાવશે

23મીએ અખિલેશ યાદવ પ્રદર્શન મેદાનમાં ચૂંટણી સભા સંબોધશે : 24 એપ્રિલે આરએલડીના રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત ચૌધરી જટ્ટારી ખાતે સભાને સંબોધશે

નવી દિલ્હી : આગામી 26 એપ્રિલે થનારી લોકસભા ચૂંટણીમાં અલીગઢ સંસદીય ક્ષેત્રમાં મતદાન માટે રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. પાર્ટીઓના મોટા સ્ટાર પ્રચારકોના કાર્યક્રમો પણ આખરી થવા લાગ્યા છે.

  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 22 એપ્રિલે આવશે. તેઓ પ્રદર્શન મેદાનમાં જાહેર સભાને સંબોધશે. બસપાના વડા અને પૂર્વ મુખ્યમંત્રી માયાવતી પણ તે જ દિવસે આવશે. તે સાસની ગેટ સ્થિત મહેશ્વર ઈન્ટર કોલેજમાં સભાને સંબોધશે. 23 એપ્રિલે એસપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પ્રદર્શન મેદાનમાં આવીને સભાને સંબોધશે, 24 એપ્રિલે આરએલડીના રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત ચૌધરી જટ્ટારી ખાતે સભાને સંબોધશે. 

    ભાજપના જિલ્લા મહામંત્રી શિવ નારાયણ શર્માએ જણાવ્યું હતું કે પ્રદર્શન મેદાનમાં વડાપ્રધાનની જાહેર સભાને આખરી મંજુરી આપવામાં આવી છે. બસપાના જિલ્લા અધ્યક્ષ મુકેશ ચંદ્રાએ કહ્યું કે, પાર્ટી અધ્યક્ષના કાર્યક્રમને અંતિમ મંજૂરી આપી દેવામાં આવી છે.

(6:53 pm IST)