Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

આર્જેન્‍ટિનામાં માર્ચ મહિનામાં મોંઘવારી દર ૩૦૦ ટકાએ પહોંચ્‍યો

દક્ષિણી અમેરિકી દેશ આર્જેન્‍ટિનામાં મોંઘવારીએ માઝા મૂકી

નવી દિલ્‍હી,તા.૧૬: વિશ્વમાં રશિયા-યુક્રેન વોર, ઇઝરાયેલ હમાસ યુદ્ધ અને હવે ઇરાનラઇઝરાયેલને કારણે સપ્‍યાલ ચેનને ભારે ક્ષતિ પહોંચવાની વકી છે, જેને કારણે અનેક દેશોમાં મોંઘવારી ચિંતાનું કારણ છે. દક્ષિણી અમેરિકી દેશ આજર્ેિન્‍ટનામાં મોંઘવારીએ માઝા મૂકી છે. વધતી મોંઘવારીને કારમે ટુરિઝમ થતી કમાણી પર પ્રતિકૂળ અસર પડી છે. ગયા વર્ષે આ દેશમાં આશરે ૩.૨ અબજ ડોલરની કમાણી થઈ હતી, પરંતુ હવે વિદેશી પર્યટકો અન્‍ય દેશોમાં જવાનું પસંદ કરે છે.

ડિસેમ્‍બર, ૨૦૨૩માં જ જેવિયર મિલેઈ આજર્ેિન્‍ટનાના નવા રાષ્ટ્રપતિ બન્‍યા છે, જે પછી અહીં સ્‍થિતિ વણસતી ગઈ છે. આજર્ેિન્‍ટનાની જનતા હવે બોર્ડર પાર કરીને ચિલી જવાનું પસંદ કરી રહી છે. માર્ચમાં આજર્ેિન્‍ટનામાં ૨૮૮ ટકા મોંઘવારી દર છે, જે ગયા વર્ષે સમાન સમયગાળામાં એ ૧૦૪ ટકા હતો.ઉરુગ્‍વેથી આજર્ેિન્‍ટના જવાના ટ્રાવેલ બુકિંગ જાન્‍યુઆરીથી ઓછાં થઈ રહ્યાં છે. ગયા વર્ષની તુલનાએ એમાં આશરે ૫૦ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્‍યો હતો. એનું કારણે રાષ્ટ્રપતિ જેવિયર મિલેઇની ૫૪ ટકા કરન્‍સીનું ડિવેલ્‍યુએશન બતાવવામાં આવી રહ્યું છે.

કરન્‍સીના અવમૂલ્‍યનને કારણે આર્જિન્‍ટિનામાં સત્તાવાર અને સમાંતર એક્‍સચેન્‍જ દરોમાં અંતર ઘટી રહ્યું છે.  મિલેઈની નવી પોલિસી પછી આર્જિન્‍ટિનામાં કેટલીય ચીજવસ્‍તુઓની કિંમતોમાં ઝડપી ઉછાળો આવ્‍યો છે. ખાસ કરીને એવી કિંમતોમાં જેની ડોલરમાં કિંમત હોય છે. આવામાં વિદેશી પર્યટકો માટે એ લાભકારક નથી. એક સર્વે મુજબ આર્જિન્‍ટિનામાં સીમા પર કનકોર્ડિયા શહેરમાં ૬૦ ચીજવસ્‍તુઓની કિંમતો ઉરુગ્‍વેની સાલ્‍ટોની તુલનાએ ૩૩ ટકા ટકા સસ્‍તી છે, પણ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૩ કરતાં ૬૪ ટકા વધુ છે.

(9:58 am IST)