Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

૨૪ કલાક ટેન્કરો દોડાવો : ઓક્સિજન સિલીન્ડર પ્લાન્ટ પણ ૨૪ કલાક ચલાવો : પીએમઓ

પીએમઓ તરફથી જાહેર થયુ છે કે વડાપ્રધાને તમામ રાજયો અને ટ્રાન્સપોર્ટરોને કહ્નાં છે કે ટેન્કરો ૨૪ કલાક ચલાવો, ડ્રાઈવરો પાળીમાં કામ કરે જેથી હાલમાં સર્જાયેલ માંગને ઝડપભેર પહોચી વળવા અને પુરતો જથ્થો પહોચાડવામાં સહાય મળે : તેમણે ઓક્સિજન સિલીન્ડરો ફીલીંગ કરતાં પ્લાન્ટોને ૨૪ કલાક કામ કરવાની પરવાનગી આપવામાં આવશે તેમ જાહેર કર્યુ છે : સરકારે ઈન્ડસ્ટ્રીયલ સીલીન્ડરોને પૂરતી સાફ સફાઈ અને સલામતીની જાગવાઈ પછી મેડીકલ ઓકિસજનના ઉપયોગ માટે વાપરવાની છૂટ આપી છે : નાઈટ્રોજન અને એરગોન ટેન્કરો પણ ઓટોમેટીકલી ઓકિસજન ટેન્કરોમાં ફેરવી નાખવાની છૂટ આપવામાં આવી છે : હાલમાં ટેન્કરોની સર્જાયેલ અછતને પહોચી વળવા આ પગલા લેવાયા છે : મેડીકલ ગ્રેઈડ ઓક્સિજનની આયાત માટે ઓફીસરોએ વડાપ્રધાનને માહિતગાર કર્યા હતા.

(6:26 pm IST)