Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

અમેરિકન સાંસદે પાકિસ્તાનની ખોલી પોલ

પાકિસ્તાન છે તાલીબાનીઓનું સુરક્ષિત સ્થાન

વોશીંગ્ટનઃ ભારત કાયમ કહેતું રહયું છે કે પાકિસ્તાન પોતાના દેશમાં આતંકવાદને શરણ આપે છે. સંયુકત રાષ્ટ્ર સંઘ સમક્ષ આ અંગેની કેટલીય સાબિતીઓ પણ અપાઇ છે. હવે અમેરિકાએ પણ પાકિસ્તાનની પોલ ખોલી નાખી છે. ત્યાંના એક સીનીયર સાંસદે કહયું છે કે અફધાનિસ્તાનમાં તાલીબાનના મૂળીયા મજબૂત થવા પાછળ પાકિસ્તાનમાં રહેલા તેના સુરક્ષિત શરણ સ્થાનો છે. ઉલ્લેખનિય છે કે બાઇડન પ્રશાસને એક દિવસ પહેલા જ અફધાનિસ્તાનમાંથી પોતાનું સૈન્ય ૧૧ સપ્ટેમ્બર સુધીમાં પાછુ ખેંચવાની જાહેરાત કરી છે.

સેનેટ આર્મ્ડ સર્વીસ કમિટીના અધ્યક્ષ જેક રીડે ગુરૂવારે સંસદમાં કહયું કે તાલિબાનની સફળતામાં મોટુ યોગદાન એ વાતનું છે કે તાલિબાનને પાકિસ્તાનમાં મળી રહેલ સુરક્ષિત શરણને ખતમ કરવામાં અમેરિકા નિષ્ફળ રહયું હતું.

(4:05 pm IST)