Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

સમરસ હોસ્ટેલ હાઉસફુલઃ માત્ર ૧૦ બેડ ખાલી

આજે સાંજ સુધીમાં નવા ૧૦૦ બેડ ઉમેરાશેઃ પ્રાંત અધિકારીઓ ગોહીલ-દેસાઇ ખડેપગે : હેલ્પડેસ્ક પણ શરૃઃ દરરોજ ૪ વખત ભોજનઃ રેમેડેસીવીયર ઇન્જેકશનનો પુરતો સ્ટોક

રાજકોટ, તા., ૧૬: રાજકોટ કલેકટર તંત્ર દ્વારા કોવીદ દર્દીઓ માટે સમરસ હોસ્ટેલમાં કોવીડ હોસ્પીટલ શરૂ કરાઇ છે. હાલ ૬૧૦ બેડમાંથી ૬૦૦ ભરાઇ ગયા છે. માત્ર ૧૦ બેડ ખાલી છે. જો કે આજે સાંજે સુધીના નવા ૧૦૦ બેડ એકટીવ થશે તેમ સીટી પ્રાંત-ર શ્રીચરણસિંહ ગોહીલે 'અકિલા' ને જણાવ્યું  તેમણે જણાવેલ કે કલેકટરની સીધી સુચના બાદ પોતે અને પ્રાંતશ્રી વિરેન્દ્ર દેસાઇ ખાસ ફરજ બજાવી રહયા છે.આ ઉપરાંત તાલુકા મામલતદાર શ્રી કથીરીયા, નાયબ મામલતદાર શ્રી વિજય વસાણી પણ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવે છે.  શ્રી ગોહીલ ઉમેર્યુ હતું મેડીકલ કામગીરી ડોકટરો સર્વની મેહુલ પરમાર, ડો.પીપળીયા, ડો.જયદીપ ભુંડીયા સંભાળી રહયા છે. દર્દીઓ માટે ખાસ હેલ્પ ડેસ્ક શરૂ કરાયું છે. દર્દી પોતાની સગા વિશે માહીતી મેળવી શકે છે.

દરરોજ ૪ વખત ભોજન-નાસ્તો અપાય છે. અહી દાખલ થયેલા દર્દીને રેમડેસીવીયર ઇન્જેકશનની ચિંતા રહેતી નથી. દર્દી માટે જરૂરીયાત મુજબ પુરતા ઇન્જેકશનન રખાય છે.

(3:06 pm IST)