Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

ગુરૂવારે કેટલાક સરળ ઉપાય કરવાથી જ્‍યોતિષની દ્રષ્‍ટિએ ગુરૂની સ્‍થિતિ મજબુત કરી શકાય

જાતકની કુંડળીમાં ગુરૂ મજબુત સ્‍થિતિમાં હોય તો જાતકને દરેક ક્ષેત્રમાં સફળતા મળે

નવી દિલ્‍હીઃ ગુરૂવારે કેટલાક સરળ ઉપાય કરવાથી જ્‍યોતિષની દ્રષ્‍ટિએ ગુરૂની સ્‍થિતિ મજબુત કરી શકાય છે.

હિંદુ શાસ્ત્ર અનુસાર અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવતાને સમર્પિત છે. ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે સાથે દેવગુરુ બ્રહસ્પતિની આરાધના પણ ગુરુવારે કરવામાં આવે છે. ગુરુવારે વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે તો ભક્તોના બધા દુઃખ દૂર થાય છે અને સંકટનો નાશ થાય છે. જો કુંડળીમાં ગુરુ નબળી સ્થિતિમાં હોય તો ગુરૂવારના દિવસે કેટલાક સરળ ઉપાય કરવાથી ગુરુની સ્થિતિ મજબૂત કરી શકાય છે.ગુરુ ગ્રહ ભાગ્યનો કારક છે. જો જાતકની કુંડળીમાં ગુરુ મજબૂત સ્થિતિમાં હોય તો જાતકને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે, સાથે ધન વૈભવ પ્રાપ્ત થાય છે. દાંપત્યજીવન અને સંતાન સુખ પણ સારું રહે છે. માન્યતા છે કે ગુરુવારના દિવસે બૃહસ્પતિ ચાલીસા કરવાથી ગુરુ મજબૂત થાય છે. ગુરૂવારના દિવસે બૃહસ્પતિ ચાલીસા કરવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે એટલું નહીં વ્યક્તિની બુદ્ધિમાં પણ વૃદ્ધિ થાય છે અને જીવનના દરેક કાર્યમાં સફળતા મળે છે. જે લોકોની કુંડળીમાં ગુરુ ગ્રહ નબળી સ્થિતિમાં હોય તેમણે નિયમિત રીતે ચાલીસાનો પાઠ કરવો જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ સંબંધિત દોષથી મુક્તિ મેળવવા માટે પણ બૃહસ્પતિ ચાલીસા કરી શકાય છે તેનાથી ગુરુદોષના દુષ્પ્રભાવ ઘટે છે. સિવાય ગુરૂવારના દિવસે ગુરુ ગ્રહના મંત્ર બૃં બૃહસ્પતે નમ: મંત્રનો જાપ 108 વખત કરવો જોઈએ. મંત્ર જાપ કરવાથી ગુરુ ગ્રહની સ્થિતિ મજબૂત થાય છે.   

(5:20 pm IST)