Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

દુનિયાના સૌથી નાના બોડી બિલ્‍ડર પ્રતીકે લગ્ન કરી લીધા

મુબારક હો તુમ કો યે શાદી તુમ્‍હારી : પ્રતીકની હાઈટ ૩ ફુટ ૩૪ ઈંચ છે અને તેની વાઈફ જયાની હાઈટ ૪ ફુટ ૨ ઈંચ છે

રાયગઢ, તા.૧૬: દુનિયાના સૌથી નાના બોડીબિલ્‍ડર તરીકે પોતાનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં નોંધાવનારા ઈંડિયન બોડીબિલ્‍ડર પ્રતીક મોહિતે હાલમાં જ લગ્ન કર્યા છે. તેણે પોતાની વાઈફ વિશે ખાસ વાતો શેર કરી છે.

માણસનું કદ હંમેશા તેના ઈરાદાથી માપવામાં આવે છે, નહીં કે તેની લંબાઈ અથવા સુંદરતાથી. આવા જ એક શાનદાર ૩.૩ ફુટના પ્રતીક મોહિતે ૨૮ વર્ષના આ શખ્‍સે ગિનીઝ વર્લ્‍ડ રેકોર્ડમાં દુનિયાના સૌથી નાના બોડીબિલ્‍ડર તરીકે નામ નોંધાવેલ છે. હાલમાં જ પ્રતીકે લગ્ન કર્યા છે અને લોકો તેને આ લગ્ન માટે શુભકામના આપી રહ્યા છે. પ્રતીકે ઈંન્‍સ્‍ટાગ્રામ પર અમુક તસ્‍વીરો શેર કરી છે, જેમાં તે પોતાની જાનમાં એન્‍જોય કરતો દેખાય છે.

પ્રતીકે જણાવ્‍યું કે, તે રાયગઢનો રહેવાસી છે અને તેની વાઈફ ૧૨૦ કિમી દૂર પુણેની રહેવાસી છે. પ્રતીકની હાઈટ ૩ ફુટ ૩૪ ઈંચ છે અને તેની વાઈફ જયાની હાઈટ ૪ ફુટ ૨ ઈંચ છે. પ્રતીકે જણાવ્‍યું કે, તે ૪ વર્ષ પહેલા તેમના પિતાજીએ જયા સાથે મિલન કરાવ્‍યું હતું. આ દરમિયાન જયા તેને ખૂબ પસંદ આવી ગઈ હતી.

પ્રતીકે જણાવ્‍યું કે, મારી મુલાકાત જયા સાથે ૨૦૧૮માં થઈ હતી અને મેં બોડીબિલ્‍ડીંગની શરુઆત ૨૦૧૬થી કરી હતી. હું જયા સાથે મળ્‍યા બાદ એટલે સફળ નહોતો, કેમ કે મને ખબર હતી કે, લગ્ન બાદ જયાની જવાબદારી મારા પર આવી જશે. મેં જયાને કહ્યું કે, પહેલા હું મારા પગ પર ઊભો રહેતા શીખી જાવ અને બાદમાં લગ્ન કરીશ. ધીમે ધીમે સમય વીતતો ગયો અને મને સફળતા મળતી ગઈ. મારુ નામ ગિનીઝ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં છે હું ફિટનેસ ટ્રેનર બની ગયો છુ, જ્‍યારે મને લાગ્‍યું કે, હું મારા પગ પર ઊભો રહી શકું છું, એટલે મેં જયા સાથે લગ્ન કરી લીધા.પ્રતીકને જ્‍યારે પૂછવામાં આવ્‍યું કે, જયાને કઈ ડિશ સારી બનાવતા આવડે છે, તો તેણે કહ્યું કે, જ્‍યારે હું જયાના ઘરે ગયો હતો, ત્‍યારે તેણે ખૂબ જ સારુ જમવાનું બનાવ્‍યું હતું, જે તમામ લોકોને ખૂબ પસંદ આવ્‍યું હતું. આજે જયાનો મારા ઘરે પહેલો દિવસ છે, તે ખાવાનું બનાવશે, મેં સાંભળ્‍યું છે કે, તે વેજ બિરયાની ખૂબ જ સારી બનાવે છે.

(4:23 pm IST)