Gujarati News

Gujarati News

News of Tuesday, 16th March 2021

કોરોના કહેર વચ્ચે ૪ મોટી સંસ્થાઓનો દાવો

ગમે તેટલી વેકિસન લગાવી લોઃ નવા વાયરસ પર ઓછી અસર થશે

વર્તમાનમાં લાગી રહેલી રસી નવા કોરોના વેરિએન્ટ પર નિષ્ફળ નિવડશે અથવા તેની અસર ઓછી થશે

નવી દિલ્હી, તા.૧૬: દુનિયાની ચાર મોટી મેડિકલ શોધ સંસ્થાનોએ દાવો કર્યો છે કે વર્તમાનમાં લાગી રહેલી રસી નવા કોરોના વેરિએન્ટ પર નિષ્ફળ નિવડશે અથવા તેની અસર ઓછી થશે. આ સંસ્થા છે રૈગન ઈન્સ્ટીટ્યૂટ ઓફ એમજીએચ, એમઆઈટી, હાર્વર્ડ અને મૈસ્યાચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલ. આમના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે વર્તમાનમાં લગાવાઈ રહેલી રસી કોરોનાના નવા વેરિએન્ટ પર ઓછી અસરકારક રહેશે.

નવા વેરિએન્ટ માણસની રોગપ્રતિકારક શકિત અને એન્ટીબોડીને છેતરી શકે છે. જે નવો કોરોના વાયરસ મળ્યો છે તે કેલિફોનિયા, ડેનમાર્ક, યુકે, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને જાપાનમાં મળ્યા છે. આ સ્ટડી હાલમાં જ ઘ્ચ્શ્રશ્રમાં પ્રકાશિત થઈ છે.

રૈગન ઈન્સ્ટિટ્યૂટના શોધકર્તા અલેજાંડ્રો બાલાસે કહ્યુ કે ફાઈઝર અને મોર્ડનાની કોવિડ ૧૯ રસી દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને જાપાનમાં મળેલા વાયરસના નવા સ્ટ્રેન પર ઓછી અસરદાર છે.  તેમણે જણાવ્યું કે જયારે અમે કોરોનાના સ્ટ્રેન્સની તપાસ રસી ઈન્ડ્યૂસ્ટ એન્ટીબોર્ડીથી કરાવી તો હેરાન કરનારી અને ડરાવનું પરિણામ મળ્યું.  દ. આફ્રિકામાં મળેલા સ્ટ્રેન જૂના કોરોના વાયરસની સરખામણીએ ૨૦ થી ૪૦ ગણો શકિતશાળી છે. જયારે બ્રાઝિલ અને જાપાનનો નવો સ્ટ્રેન વર્તમાન રસીથી બચવામાં ૫ થી ૭ ગણો શકિતશાળી છે. જેથી આ રસીનો વધારે ફાયદો નહીં થાય.

તેમણે વધુમાં કર્યુ કે ન્યૂટ્રીલાઈજિંગ એન્ટીબોડી એ છે જે કોરોના વાયરસને જોરથી પકડે છે અને તેમને શરીરની કોશિકાઓમાં ઘૂસીને તેને પ્રજનન અને સંક્રમણ કરવાની તક નથી આપતા. પરંતુ એ ત્યારે શકય બને છે જયારે એન્ટીબોડી અને કોરોનાનો આકાર સમાન હોય. જો વાયરસ આકાર બદલી રહ્યો છે તો એન્ટીબોડી કંઈ નહીં કરી શકે.  આ સ્ટડી અનુસાર મુખ્ય શોધકર્તા અને એમજીએચમાં ડિપાર્ટમેન્ટ ઓફ પૈથાલોજીના રેસિડેન્સ ફિજિશિયન ડો. વિલફ્રેડો ગાર્સિયા- બેલટ્રાને કહ્યુ કે અમે કોરોના વાયરસના સ્પાઈક પ્રોટીનના કેટલાક ભાગના મ્યૂટેશન જોયા છે. આ મ્યૂટેશન રિસેપ્ટર બાઈંડિંગ ડોમેનમાં થયો છે. આ કારણે રસી, એન્ટીબોડી અને પ્રતિરોધક ક્ષમતાને છેતરી શકે છે.

વિલફ્રેડોએ જણાવ્યુ કે દક્ષિણ આફ્રિકામાં ૩ વેરિએન્ટ મળ્યા છે. ૨ વેકિસન રેસિસન્ટેંટ છે. આના સ્પાઈક પ્રોટીનના રિસેપ્ટર બાઈંડિંગ ડોમેનમાં મ્યૂટેશન થયું છે.

હાલમાં તમામ કોરોના રસી શરીરને કોરોનાની વિરુદ્ઘ એન્ટીબોડી બનાવવાનું શીખી રહી છે. જેથી કોરોના વાયરસના સ્પાઈક પ્રોટીન શરીરની કોશિકાઓ સાથે ચીપકી ન શકે. પરંતુ નવા કોરોના વાયરસ આ રસીની અસરને ઓછી કરી રહ્યો છે.

(3:03 pm IST)