Gujarati News

Gujarati News

News of Tuesday, 16th March 2021

હા તમારી બેંક બંધ છે ૧૫ અને ૧૬ બે દિવસ બંધ છે કેમ ?

નવી દિલ્હી : તમારી બેન્ક જે ગરીબ જનધન ના ખાતા ખોલવા સમયે બંધ નહોતી. ગામેગામ ઘરેઘરથી ગરીબ લોકોના ઝીરો બેલેન્સના ખાતા ખોલવાની યોજના જેમાં ખાતાંઓના થપ્પા હતા રાત દિવસ જોયા વગર એ તમામ ખાતાઓ સરકારી બેન્કોમાં જ ખોલાયા કોઈ પ્રાઈવેટ બેન્કોમાં નહી... યાદ છે ને તે દિવસ તમારી બેન્ક જ ચાલુ હતી.

તમારી બેન્ક જે નોટબંધીના ભયાનક દુઃસ્વપ્નમાં બંધ નહોતી

યાદ છે ને સવારના ૭ એ લાગેલ લાઈન રાતના ૮ વાગ્યા સુધી ખુટતી નહોતી, કાળું ધન તો ન મળ્યુ પણ એ કાળા દિવસોની યાદ હજીય બેન્ક કર્મચારીને સપનામાં પણ ડરાવે છે... પણ બેન્ક તે દિવસોમાં ચાલુ જ હતી.

તમારી બેન્ક કોરોનાના કપરા સમયમાં પણ બંધ નહોતી.

યાદ છે ??? ...જે સમયે કોઈ બહાર નીકળવા રાજી નહોતું એ દિવસે તમારી બેન્ક જીવના જોખમે તમારા માટે મૂળભૂત સેવાના હેતુથી ચાલુ હતી.

અરે, પૂર, વાવાઝોડા અને ભૂકંપના સમયે પણ તમારી બેન્ક બંધ નહોતી

કુદરતી હોય કે કૃત્રિત તમામ ત્રાસદીના સમયે સરકારી બેન્ક શકય એટલા ઓછા સમયમા પોતાની સેવાઓ પુરી પાડવા સતત પ્રવૃત રહી છે યાદ કરો ....

તો ૨ દિવસ કેમ બંધ ?

તમારી અને તમારા જેવા અસંખ્ય લોકોની હજારો કરોડો રૂપિયાની થાપણ (ડિપોઝીટ) જે સરકારી બેન્કોમા એક વિશ્વાસથી જમા છે કે આ બેન્ક સરકારી છે એ લોકોના વિશ્વાસને બારોબાર જ સરકાર ખાનગી ઉદ્યોગપતિઓને વેંચી અને સરકારી બેન્કો ને પ્રાઈવેટ કરવા જઈ રહી છે એટલે... તમારા વિશ્વાસ ને, તમારી થાપણ ને અને તમારી સેવાઓને સાચવવા માટે બેન્ક બંધ છે

શું આ હડતાલમા કર્મચારીઓનો સ્વાર્થ છે

જી નહીં... સરકારી કર્મચારી પરીક્ષા પાસ કરીને નોકરીમા લાગેલ છે એટલે એમની નોકરીની શરતો પ્રથમથી જ નક્કી છે જેમા કંઈ ફેરફાર ન થઈ શકે એટલે જ સરકાર વારે ઘડીએ એવું કહે છે કે બેન્ક પ્રાઈવેટ થવાથી નોકરીયાત કર્મચારીઓને કંઈ અસર નહી થાય ... આમ છતાં ય જે માતૃસંસ્થાનુ અન્ન ખાતા હોઈ એનું પોતાની નજર સામે ખરાબ થતું કેમ જોવાઈ ?, એટલે જ પોતાનો પગાર કપાવીને તમામ બેન્ક કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા છે બાકી એ કર્મચારીઓને આ બે દિવસનું પેન્ડીગ કામ ત્રીજા દિવસે ય આવીને તો કરવાનું જ છે ને !!

એક વિનંતી... આ હડતાલ પગાર વધારાની નથી જાહેર જનતાને સત્ય હકીકત જણાવવાની છે કે જે ખાનગી ઉદ્યોગપતીઓ ભૂતકાળમાં કરોડો રૂપિયાનો ચૂનો લગાડી ગયેલ છે એમના હાથોમાં સરકારી બેન્કને વેંચી ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ પર કારમો ઘા ન થવા દો, સરકારના આંધળા નિર્ણયો આઝાદ ભારતનું ગુલામ ભવિષ્યના તરફ ઈશારો કરે છે.

(10:57 am IST)