Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

કોરોના વાયરસઃ ઇઝરાયલમાં ચાઇનીઝ સમજી ભારતીય ઉપર જીવલેણ હુમલો

નવી દિલ્હીઃ  કોરોના વાયરસના કારણે દેશ-વિદેશમાં ડરનો એવો માહોલ પેદા થયો છે કે ઇઝરાયલમાં એક અપ્રવાસી ભારતીયની જાન ખતરામા આવી ગઇ. મણિપુરમા પોતાના પરિવાર સાથે રહેતા એક ભારતીયને બે લોકોએ ચીની નાગરિક સમજી ખુબજ માર માર્યો. અત્યારે તે ઇઝરાયલના દવાખાનામા દાખલ છે.  એને છાતીમાં અને ફેફસામા વધારે ઇજા થઇ છે.

તે ર૦૧૭ માં ભારતથી ઇઝરાયલ આવ્યો હતો ઇઝરાયલી લોકોએ તેને ચાઇનીઝ સમજી માર્યો. હુમલાખોરોએ એને જોઇ કોરોના-કોરોના બૂમો પાડવાનુ ચાલુ કર્યુ. મે હુમલાખોરોને કહ્યું કે હુ ચાઇનીઝ નથી એમણે મને ખૂબજ માર માર્યો. મે પોલીસમા ફરીયાદ કરી છે. આરોપીઓને પકડવાની કોશિષ ચાલી રહી છે.

(11:37 pm IST)