Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

નિર્ભયા ગેંગરેપ કાંડઃસુપ્રીમ કોર્ટએ રદ કરી દોષી મુકેશની અરજી

નવી દિલ્‍હીઃ  નિર્ભયા ગેંગરેપ અને હત્‍યા મામલામા દોષી થયેલ મુકેશની અરજી સુપ્રીમ કોર્ટએ રદ કરી દીધી છે. મુકેશએ ટોચની અદાલતમાં અરજી દાખલ કરી વરિષ્‍ઠ અધિવકતા વૃંદા ગ્રોવર વિરૂદ્ધ કાર્યવાહીની મા઼ંગ કરી હતી.

સુપ્રીમ કોર્ટએ સોમવારના  આ મામલા પર સુનાવણી કરી જસ્‍ટીસ અરૂણ મિશ્રાની પીઠએ કહ્યું કે મુકેશની અરજી સુનાવણી યોગ્‍ય જ નથી. વૃંદા ગોવરએ શરૂઆતમાં મુકેશના કેસની પેરવી કરી હતી. અને હત્‍યા મામલામા મુકેશને ફાંસીની સજા સંભળાવવામા આવેલ. અધિવકતા વૃંદા ગ્રોવર વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમા એમના તરફથી દાખલ અરજીને ફા઼સીની સજા પર અમલને રોકવાની કોશિષ બતાવવામા આવી રહી હતી.

મુકેશએ વૃંદા ગ્રોવર પર અપરાધિક સાજીશ રચવા અને ધોખો આપવાનો આરોપ લગાવ્‍યો હતો. મુકેશએ ટોચની અદાલતમાં અરજી દાખલ કરી સીબીઆઇ તપાસની પણ માંગ કરી હતી. આ પહેલા પટિયાલા હાઉસ કોર્ટએ નિર્ભય ગેંગરેપ અને હત્‍યા મામલાના બધા જ ચારેય દોષિઓ વિરુદ્ધનુ નવું ડેથ વોરંટ જારી કર્યુ છે. આ અનુસાર એમને ર૦ માર્ચના ફાંસી આપવામાં આવશે.

(11:26 pm IST)