Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

દેશભરમાં 31 માર્ચ સુધી સ્કૂલ-કોલેજોમાં રજાઓ જાહેર : અનેક દેશોના વિઝા પર પ્રતિબંધ મુકાયો

બ્રિટન, તુર્કી અને યુરોપીયન યુનિયન તરફથી આવનારી ફ્લાઇટ સ્થગીત

નવી દિલ્હી : કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપને જોતા ભારત સરકારે કેટલાક મોટા નિર્ણય કર્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આ અંગે જાણકારી આપવામાં આવી. જે અંતર્ગત બ્રિટન, તુર્કી અને યુરોપીયન યુનિયન તરફથી આવનારી ફ્લાઇટ સ્થગીત કરી દેવાઇ છે. જ્યારે કે દેશમાં કોરોના વાયરસના સંક્રમિત લોકોના સંપર્કમાં આવનારા આશરે 5,200 લોકોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સરકાર તરફથી લેવાયેલા નિર્ણયની જાણકારી આપવામાં આવી હતી

 સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સ કરી. મંત્રાલયે લોકોને અપીલ કરી કે 31 માર્ચ સુધી એકબીજા સાથે એક મીટરનું અંતર જાળવી રાખો. વધારે ખતરા વાળા વિસ્તારોમાં પ્રવાસ પર પ્રતિબંધ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.

(8:48 pm IST)