Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

પાકિસ્તાનમાં અચાનક કોરોનાનો જબરો ફુંફાડોઃ ૧ દિમાં ૪૧ કેસ

ઇરાનની સિંધ સરહદેથી ફેલાયો : સિંધમાં ૭૬: કેસ તમામ યુનિવસીર્ટી-હોસ્ટેલોને આઇસોલેશન સેન્ટરમાં ફેરવી નાખ્યાઃ ૫ એપ્રિલ સુધી શાળા-કોલેજ બંધઃટુંક સમયમાં ઇમરાન ખાન પાકિસ્તાની પ્રજાને સંબોધશે

પાકિસ્તાનમાં કોરોનાથી ગ્રસ્ત દર્ર્દીનો આંક ૯૪ થયો છે. રવિવાર સુધીમાં આ આંકડો ૫૩નો હતો જે અચાનક ૪૧ કેસો વધવા સાથે આજે ૯૪ થયો છે. તમામ નવા કેસ દક્ષિણ સિંઘમાં નોંધાયા છે. ઇરાન સાથેની સરહદ ઉપરના તાફમાનથી સિંધમાં સ્થાનાંતરીત કરાયા હતા. એકલા સિંધમાં ૭૬ દર્દીઓ થયા છે. બેની તબીયત સુધારા પર છે. બાકીનાને અલગ રાખ્યા છેે.

પંજાબ પ્રાંતમાં તમામ જાહેર યુનિવસીર્ટીઓ અને હોસ્ટેલોને આઇસોલેશન સેન્ટરમાં ફેરવી નખાયા છે. પાકિસ્તાનની તમામ શિક્ષણ સંસ્થાઓ ૫ એપ્રિલ સુધી બંધ કરી દેવાયેલ છે. વડાપ્રધાન ઇમરાન ખાને જાહેર કર્યું કે તેઓ જાતે કોરોના વિસ્ફોટ ઉપર વ્યકિતગત દેખરેખ રાખી રહયા છે. તેઓ ટૂંક સમયમાં દેશજોગું સંબોધન કરશે, ગભરાવવાની જરૂર નથી તેમ કહેલ.

(4:37 pm IST)