Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

કમલનાથનું સંકટ ટળ્યું : મધ્યપ્રદેશ વિધાનસભા 26મી સુધી મોકૂફ : ભાજપ સુપ્રીમકોર્ટના શરણે : ફ્લોર ટેસ્ટ કરાવવા માંગ

કોરોના વાઇરસના કારણે તા. 26મી માર્ચ સુધી ગૃહને મોકૂફ કરી દેવાયું

ભોપાલ :મધ્ય પ્રદેશમાં ચાલી રહેલાં રાજકીય સંકટની વચ્ચે રાજ્યપાલ લાલજી ટંડને શનિવારે મોડી રાત્રે કહ્યું કે સોમવારે વિધાનસભામાં તેમના ભાષણ પછી તરત જ ફ્લોર ટેસ્ટ કરવાનું કહ્યું છે.

જોકે, કોરોના વાઇરસના કારણે તા. 26મી માર્ચ સુધી ગૃહને મોકૂફ કરી દેવાયું છે, એટલે હાલ પૂરતું કમલનાથ સરકાર પર કોઈ સંકટ નથી.

ન્યૂઝ એજન્સી એ.એન.આઈ.ના રિપોર્ટ મુજબ, ભાજપે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને વિશ્વાસમત પરીક્ષણની માગ કરી છે.

સોમવારથી મધ્ય પ્રદેશ વિધાનસભાનું બજેટસત્ર શરૂ થયું, પરંતુ તેની કાર્યસૂચિમાં 'શક્તિ પરીક્ષણ'નો ઉલ્લેખ જ ન હતો.

આ પહેલાં પોતાના ભાષણમાં રાજ્યપાલ લાલજી ટંડને કહ્યું કે દરેકે બંધારણીય નિયમોનું પાલન કરવું જોઈએ, જેથી કરીને મધ્યપ્રદેશની ગરિમા જળવાઈ રહે.

(1:11 pm IST)