Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

કોરોના વાયરસના વધતા કેસને લઇને સતર્કતા : કેન્દ્ર સરકારએ જાહેર કરી નવી ડિસ્ચાર્જ પોલિસી

24 કલાકમાં બે ટેસ્ટ નેગેટિવ આવે અને છાતીના રેડિયોગ્રાફિક અને શ્વસનતંત્રના વાયરલ કિલયરન્સના પૂરાવા મળશે.તો જ હોસ્પિટલમાંથી રજા મળશે

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે દેશમાં કોરોનાના વધતા જતા કેસને લઈને નવી ડિસ્ચાર્જ પોલિસી જાહેર કરી છે. જે મુજબ કોવિડ-૧૯ના પોઝિટિવ કેસની સારવાર આ પોલિસીના પ્રોટોકોલ મુજબ કરવામાં આવશે તેમજ તેમને હોસ્પિટલમાંથી રજા પણ તો જ આપવામાં આવશે જો ૨૪ કલાકમાં દર્દીના બે ટેસ્ટ નેગેટિવ આવશે અને છાતીના રેડિયોગ્રાફિક અને શ્વસનતંત્રના વાયરલ કિલયરન્સના પૂરાવા મળશે.

  કોરોના વાયરસના શંકાસ્પદ કેસમાં જો દર્દીનો પહેલો ટેસ્ટ નેગેટિવ આવે તો ડોકટરના સૂચન મુજબ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે જોકે આવા દર્દીઓને તેમના ઘરની અંદર ૧૪ દિવસના ઓબ્ઝર્વેશનમાં મુકવામાં આવશે. દેશમાં એક તરફ કોરોના વાયરસના ૧૧૫ કેસ થયા હોવાના અહેવાલ વચ્ચે આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ કુલ ૧૦૭ જેટલા કન્ફર્મ કેસ છે. જે શનિવારના આંકડાની સરખામણીએ ૨૩ જેટલા કેસ વધ્યા છે.  

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, કોરોનાના દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવાનું કામ ખૂબ જ ચુસ્તપણે ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં આવા ૪૦૦૦ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. જેમને અન્ડર સર્વેલન્સ રાખવામાં આવ્યા છે. યારે મહારાષ્ટ્ર્રના બુલદાનામાં પ્રાઈવેટ હોસ્પિટલમાં મૃત્યુ પામેલ કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીના સેમ્પલના ટેસ્ટ પરિણામ નેગેટિવ આવ્યા છે. જેથી તેનું મૃત્યું કોરોના વાયરસને કારણે ન થયું હોવાનું જણાવાયું છે.

(12:52 pm IST)