Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

BSNL - MTNL નું ખાનગીકરણ નહિ..

સંદેશાવ્યવહાર મંત્રી સંજય ધોત્રેની જાહેરાતઃ ૧૫ હજાર કરોડના સોવરીન બોન્ડ્ઝ બહાર પાડશેઃ VRS મારફત ૮૮૦૦ કરોડ બચ્યાઃ રીવાઇવલ પેકેજમાં ૪-જી લેવા આવરાશે

નવી દિલ્હી,તા.૧૬: લાંબા સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા બીએસએનએલ અને એમટીએનએલનું ખાનગીકરણ કરવામાં નહીં આવે એમ સરકારે જણાવી દીધું છે. ૧૯ના એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન બીએસએનએલની ખોટ રૂ.૩૯,૦૦૦ કરોડના ગંજાવર આંકે પહોંચી હતી. વેતન ન મળવાના મુદ્દે કર્મચારીઓની હડતાળો અને તીવ્ર વિરોધે સરકારી માલિકીની આ ટેલિકોમ કંપનીઓની મુસીબત ઓર વધારી છે.

સંદેશાવ્યવહાર મંત્રી સંજય ધોત્રેએ રાજ્યસભામાં સંબંધિત અધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે સરકાર ટેલિકોમ કંપનીઓને વેચી નાખવાની નથી, ઉલ્ટું આ કંપનીઓના રીવાઇવલ પેકેજ સરકાર ઘડયા છે.

આ રીવાઇવલ પેકેજ અન્વયે સરકાર આશરે રૂ.૧૫,૦૦૦ કરોડના સોવરીન બોન્ડઝ બહાર પાડશે. એટલું જ નહીં આગામી ચાર વર્ષમાં સરકાર રૂ. ૩૮,૦૦૦ કરોડની મિલકતોનું મુદ્રીકરણ કરશે. વળી બીએસએનએલ અને એમટીએનએલ બજારમાં જળવાયેલા રહે તે અંકે કરવા સરકાર ૧૬ના બેઇઝ પ્રાઇસીસ સાથે ફોરજી સ્પેકટ્રમની ફાળવણી કરશે. ટેંક સમયમાં ફોરમ સેવાઓ લોન્ચ કરવા નિગમે વચન આપ્યું છે.

VRS થકી ૮૨ હજાર કર્મચારીઓ ઘટતાં કંપનીઓનું વેતન બિલ પણ ખાસું નીચું જશે. રૂ.૧૪ હજાર કરોડનું બિલ ઘટી રૂ. ૭ હજાર કરોડ થવા જશે.

(12:08 pm IST)