Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

જો મહામારી ફાટી નીકળે તો ચીનની જેમ ભારત નાથી નહિ શકે : સંશાધનો અપૂરતા છે

અડધી વસ્તી પાસે હાથ ધોવા સાબુ કે પાણી નથી : તકેદારી લઇ શકે તેમ નથી

નવી દિલ્હી તા. ૧૬ : સરકારે મોલ અને ભીડવાળી જગ્યાઓ બંધ કરવાની કરેલી જાહેરાત દેશમાં કોરોના વાયરસના ચેપને નિયંત્રણમાં રાખવામાં મહત્વપૂર્ણ બની શકે છે. આરોગ્ય વિષયક બુનિયાદી માળખું અને ૧૦ ટોચના અસરગ્રસ્ત દેશોના આંકડાના વિશ્લેષણથીએ અંદાજ લગાવી શકાય છે કે ભારત આવી મહામારી માટે જરૂરી સંશાધનોના હિસાબે પાછળ રહેશે.

 

વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)એ ૧૩ માર્ચે પુરા થયેલા અઠવાડિયા દરમિયાન ૧૨૩ દેશોમાં ૧,૩૨,૫૨૬ કેસની પુષ્ટિ કરી છે. ચીન, ઇટલી, ઇરાન, દક્ષિણ કોરીયા, સ્પેન, ફ્રાંસ, જર્મની, અમેરિકા, સ્વીત્ઝરલેન્ડ અને જાપાન જેવા દેશોમાં આના કેસોની પુષ્ટિ કરવામાં આવી છે. કોવિદ-૧૯ના ૯૦ ટકા દર્દીઓ આ દેશોમાં છે. આ દેશોની સરખામણીએ ભારતમાં દર ૧૦૦૦ લોકોમાંથી કેટલાકને જ હોસ્પિટલ અને ડોકટરની ઉપલબ્ધી મળશે.

દેશમાં એક મોટા જૂથ પાસે હાથ ધોવાના સામાન અને બિમારીને દુર રાખવાની બુનિયાદી જરૂરીયાતો પુરી કરવાની સગવડ નથી. દેશમાં ઘણી મોટી સંખ્યામાં લોકોની આર્થિક હાલત એટલે પણ ખરાબ થઇ રહી છે કેમકે તેમણે આરોગ્ય સેવાઓ માટે મોટી રકમ ખર્ચવી પડે છે. આનાથી એ અંદાજ મળે છે કે આ મહામારી ફેલાય તો આરોગ્ય અંગે મોટી મુશ્કેલી આવશે અને અસમાનતાની ખાઇ વધશે. વિશ્વ બેંકના આંકડાઓના વિશ્લેષણથી પણ આ અસમાનતાનો અંદાજ મળે છે કે ભારત અને કોરોના વાયરસથી અત્યાર સુધીમાં પ્રભાવિત દેશો વચ્ચે કેટલું અંતર છે. ૨૦૧૧માં ભારતમાં દર ૧૦૦૦ વ્યકિતએ ૦.૭ હોસ્પિટલો હતી અને એટલા જ ડોકટર હતા. જ્યારે એ જ વર્ષે ચીનમાં ૩.૮ અને ઇટલીમાં ૩.૫ હોસ્પિટલો હતી. ચીનમાં તે સમયે ૧.૮ અને ઇટલીમાં ૪.૧ ડોકટરો હતા.

કોરોનાથી બચવા વારંવાર હાથ ધોવાની ભલામણ કરાઇ રહી છે. ૨૦૧૭ના આંકડાઓ એ અંદાજ મળે છે કે લગભગ ૫૦.૭ ટકા ગ્રામ્ય વસ્તી પાસે હાથ ધોવાની બુનિયાદી સગવડ એટલે કે સાધુ અને પાણી પણ નથી. શહેરી વસ્તીમાં ૨૦.૨ ટકા વસ્તી અને કુલ ૪૦.૫ ટકા વસ્તી પાસે કોઇ સુવિધા જ નથી. ભારતીય લોકો મોટી બિમારીની ઝપટમાં આવે ત્યારે ખર્ચના કારણે ગરીબીમાં ફસાઇ જાય છે. ૨૦૧૧માં આરોગ્ય સેવાઓ પર ત્રેવડ કરતા વધુ ખર્ચ ઇરાનમાં ૦.૦૩ ટકા જ્યારે ૪.૧૬ ટકા રહ્યો હતો. એક તથ્યએ પણ છે કે આરોગ્ય પર વધુ ખર્ચ કરનારા દેશોમાં ભારતનું નામ નથી. ૨૦૧૬માં વિશ્વ બેંક પાસે ઉપલબ્ધ આંતરરાષ્ટ્રીય સ્તરના આંકડાઓ પરથી અંદાજ મળે છે કે ભારતમાં સરકારી સ્તરે આરોગ્ય પર ૩.૧૪ ટકા ખર્ચ કરાયો. જ્યારે ચીનમાં આ ખર્ચ ૯.૦૫ ટકા, ઇટલીમાં ૧૩.૪૭ ટકા અને ઇરાનમાં ૨૨.૬ ટકા હતો.

(11:46 am IST)